Gujarat

દહેગામના પૂર્વ કોંગીના ધારાસભ્ય કામિનીબી ભાજપમાં જોડાયા

ગાંધીનગર : કોંગ્રેસમાં 50થી 75 લાખમાં ટિકીટ માટે મારી પાસે એક હિન્દી ભાષીએ ફોન કરીને રૂપિયા માંગ્યા તેવો આક્ષેપ કરનાર ગાંધીનગર જિલ્લાના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબાએ આજે કમલમ પહોચીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. આ ઉપરાંત મહેસાણાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર એ જે પટેલ, નટુભાઈ ઠાકોર, કાનજી ચૌધરી સહિતના અગ્રણીઓ પણ ભાજપમા જોડાઈ ગયા હતા. પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ આ તમામ અગ્રણીઓને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. કામિનીબાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં મહિલાનો અવાજ દબાવવનો પ્રયાસ થયો છે. ટિકીટ વેચવા માટે મારી ઉપર ફોન આવ્યો હતો.

ભાજપે વધુ 12 બળવાખોર ઉમેદવારને સસ્પેન્ડ કર્યા
ગાંધીનગર : બીજા તબક્કાની 93 બેઠકો માટે આગામી તારીખ 5મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણી લડી રહેલા ભાજપના 12 જેટલા બળવાખોર ઉમેદવારોને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સસ્પેન્ડ કરી દીધા છે.
ખાસ કરીને પાદરા બેઠક પર દિનુ મામા (પટેલ), વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ, સાવલી બેઠક પર કુલદિપસિંહ રાઉલ, શહેરા બેઠક પર ખતુભાઈ પગી, લુણાવાડા બેઠક પર એસ.એમ. ખાંટ અને જે.પી.પટેલ, ઉમરેઠ બેઠક પર રમેશ ઝાલા, ખંભાત બેઠક પર અમરશીભાઈ ઝાલા, બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા, ખેરાલુમાં રામસિંહ ઠાકોર, ધાનેરા બેઠક પર માવજીભાઈ દેસાઈ અને ડીસા લેબજી ઠાકોરનો સમાવેશ થાય છે. અગાઉ સાત બળવાખોર ઉમેદવારોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા.

Most Popular

To Top