Madhya Gujarat

સિંગવડમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે

સિંગવડ: સિંગવડ તાલુકા ની ૩ જિલ્લા પંચાયત મા  8 ઉમેદવાર  જ્યારે 17 તાલુકા પંચાયત માં કુલ ૪૪ ઉમેદવારો ચૂંટણી માં ઝંપલાવ્યું  સિંગવડ તાલુકા ની ત્રણ જિલ્લા પંચાયત હોય તેમાં મેથાણ જિલ્લા પંચાયત માંથી ભાજપમાંથી રાજુલા બેન કુરબાન ભાઈ રાઠોડ જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી તાવીયાડ ચતુરી ગોરધનભાઈ તથા આમ આદમી પાર્ટી માંથી ડામોર સુમિત્રાબેન જયેશભાઈ નો ત્રિપાંખિયો જંગ રહેશે.

જ્યારે વાલાગોટા જિલ્લા પંચાયતમાંથી ભાજપના પરમાર દક્ષા બેનના નારસિંગ ભાઈ કોંગ્રેસમાંથી પરમાર જયશ્રીબેન દીપકભાઈ તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી હઠીલા તરુલતા બેન સુભાષભાઈ નો ત્રિપાંખિયો જંગ રહેશે .

જ્યારે સુડીયા જિલ્લા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડામોર શારદાબેન અનિલ કુમાર નો ફોર્મ રિજેક્ટ થતાં તે આ ચૂંટણીમાં થી બહાર નીકળી જવા પામ્યા હતા જ્યારે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નિસરતા જીગ્નેશ બાબુભાઈ તથા આમ આદમી પાર્ટી હઠીલા રેણુકા શૈલેષ ભાઈનો બે પાર્ટીઓનું આમને સામને આવતા એક નવો વળાંક આવશે તેમ લાગી રહ્યું છે.

 આ રીતે સુડીયા જીલ્લા પંચાયત મા ભારતીય જનતા પાર્ટી બહાર નીકળતા નવો વળાંક આવતાં હવે ચૂંટણી માં કેવું રહેશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે જ્યારે સિંગવડ તાલુકા ની સત્તર તાલુકા પંચાયતમાં કુલ ૪૪ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ ફોર્મ ભરતા ઘણી જગ્યાએ ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે.

એવું લાગી રહ્યું છે જ્યારે પતંગડી તાલુકા પંચાયત ના કોંગ્રેસના ઉમેદવાર નાયકા ગુલાબ નગા દ્વારા તેમનું ફોર્મ પરત ખેંચી લેતા પતંગડી તાલુકા પંચાયત ભાજપ તરફથી બિનહરીફ  થઇ હતી જ્યારે ભાજપના ઉમેદવાર બારીયા જશોદાબેન દિનેશભાઈ બિનહરીફ થયા હતા હવે આવનાર સમયમાં કોની તાલુકા પંચાયત બનશે તે તો આવનાર સમયમાં મતદારો દ્વારા નક્કી થશે.

સિંગવડ તાલુકા ની ૩ જિલ્લા પંચાયત મા  8 ઉમેદવાર  જ્યારે 17 તાલુકા પંચાયત માં કુલ ૪૪ ઉમેદવારો ચૂંટણી માં ઝંપલાવ્યું    જેના કારણે સિંગવડ તાલુકામાં ચૂંટણીનું ચિત્ર રસપ્રદ બની છે. બધા પક્ષો વિજયનો દાવો કરે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top