Gujarat

ભાજપ મુહૂર્ત શોધતું રહ્યું ને કોંગ્રેસે અમદાવાદના ફૂટ ઓવરબ્રિજને ખુલ્લો મુકી દીધો

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના રિવરફ્રન્ટ (Riverfront) ઉપર 80 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજ (Foot Overbridge) છ મહિના પહેલા તૈયાર થઈ ગયો છે. આ બ્રિજનું ભાજપ (BJP) સત્તાવાળાઓ ઉદઘાટન કરે તે પહેલા જ કોંગ્રેસે (Congress) લોકાર્પણ કરી દીધું હતું. અમદાવાદ મનપામાં વિરોધ પક્ષના નેતાએ ઢોલ નગારા સાથે આકાશમાં ગુબ્બારાઓ છોડીને રિવરફ્રન્ટના પૂર્વ ભાગે આવેલા ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.

અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા સહેજાદખાન પઠાણે 80 કરોડથી વધુના ખર્ચે આ ફ્રુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેને તૈયાર થઈ ગયાને લગભગ છ મહિના જેટલો સમય થયો હોવા છતાં ભાજપના નેતાઓ પાસે સમય ન હોવાને કારણે આ બ્રિજનું લોકાર્પણ થઈ શકતું નથી. ભાજપના નેતાઓ પાસે સમયના અભાવને કારણે લોકોની લાગણીને માન આપીને કોંગ્રેસ દ્વારા મંગળવારે ફૂટ ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top