National

“માતા સીતાનું ચીર હરણ..” નિવેદન બાદ કોંગ્રેસના રણદીપ સુરજેવાલા ભાજપના નિશાના પર

જયપુર: રાજસ્થાનમાં (Rajasthan) રાજ્યસભાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસ-ભાજપ (Congress-BJP) બંને પાર્ટીમાં ઉત્સૂકતા જોવા મળી રહી છે છે. કોંગ્રેસ-ભાજપ બંને પક્ષો જીતનો મંત્ર નક્કી કરવાની કવાયતમાં લાગેલા છે. આ સાથે જ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ ચાલુ છે. આ દરમિયાન રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર રણદીપ સુરજેવાલા ભાજપના નિશાના પર આવી ગયા છે. ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસ બેરિકેડ દરમિયાન સુરજેવાલાની મીડિયા મીટિંગ દરમિયાન જીભ લપસી હતી જેના કારણે તેઓ ભાજપના નિશાના પર આવી અટકયા છે. ઉદયપુરની તાજ હોટેલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “સત્યની જીત થશે, બહુમતી જીતશે, લોકશાહીની જીત થશે, બંધારણની જીત થશે, કાયદાની જીત થશે, નૈતિકતાની જીત થશે અને અસત્યનું આવરણ પહેરેલા લોકો ચીરહરણ કરવા માગે છે…તેઓ હારશે, ખુલ્લા પાડવામાં આવશે.” “જે રીતે એક સમયે સીતા મૈયાનું ચીર હરણ કરવામાં આવ્યું હતું તે જ રીતે આ દિવસોમાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે.” દ્રૌપદીની જગ્યાએ સીતા માતાનું નામ લેવાને કારણે સુરજેવાલા ભાજપના નેતાઓના નિશાના પર આવી ગયા છે. બીજેપી નેતાઓ ટ્વીટ કરીને સુરજેવાલ પર આરોપ લગાવી રહ્યા છે કે તેમણે આવું નિવેદન કરીને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.

માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરીને હિંન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી: – કર્નલ રાઠોડ
સુરજેવાલાના આ વિવાદાસ્પદ નિવેદન પછી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને લોકસભા સાંસદ કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટ કરીને તેમની પર ઝાટકણી કાઢી છે. તેઓએ સુરજેવાલા ઉપર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કર્નલ રાજ્યવર્ધન સિંહે લખ્યું છે કે “કોંગ્રેસ હિંન્દુઓને આટલી બધી નફરત કેમ કરે છે? તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુત્વ જેવા પવિત્ર શબ્દથી નારાજ છે. તેમની પાર્ટી ભગવાન રામનું અપમાન કરતી રહે છે. આજે ફરી કોંગ્રેસે હુમલો કર્યો છે. માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ રણદીપ સિંહ સુરજેવાલાને ટાંકતા કહ્યું છે કે લોકશાહી સાથે છેડછાડ ભાજપ નહીં પરંતુ કોંગ્રેસે કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સુરજેવાલાને ટાંકતા જણાવ્યું કે તેઓ જનોઈધારી હિંન્દુ હોવાનો દાવો કરે છે પરંતુ તેઓ ‘રામ સંસ્કૃતિ’ને બદલે ‘રોમ સંસ્કૃતિ’માં માને છે. શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, “એક મુસ્લિમ તરીકે પણ હું જાણું છું કે ચીરહરણ માતા સીતાનું નહીં પરંતુ દ્રૌપદીનું થયું હતું.”

Most Popular

To Top