Gujarat

આઝાદ ભારતના ઇતિહાસમાં ભાજપ જેવી તાનાશાહી કોઈએ કરી નથી : આપ

અમદાવાદ : ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોદી હટાવો દેશ બચાવો ના પોસ્ટરો (Posters) લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર વિવાદના મામલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના આઠ કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે આપના અગ્રણી ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે આઝાદીની ઇતિહાસ ક્યારેય પણ ન જોઈ હોય તેવી તાનાશાહી ભાજપ સરકારમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને ભાજપ ફફડી ઉઠ્યા છે, ડરી ગયા છે. જેના કારણે પોલીસ તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે.

ઈશુદાન ગઢવીએ વધુમાં કહ્યું હતું કે લોકશાહી દેશમાં સ્વતંત્રતાનો તમામને અધિકાર છે. આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ, કોઈ તાનાશાહી કે હિટલરશાહીમાં નહીં. તેમ છતાં પોલીસનો અને સત્તાનો દુરુપયોગ કરી ભાજપ બંધારણની વિરુદ્ધ કાર્ય કરી રહી છે. રાજ્યના ડીજીને પણ વિનંતી કરવી છે કે સમજી શકાય છે કે તમારા ઉપર દબાણ આવતું હશે, પરંતુ બંધારણના નિયમોનું તો બધાએ પાલન કરવાનું હોય છે. ડરી ગયેલી, ગભરાઈ ગયેલી ભાજપ સરકાર બંધારણ વિરુદ્ધનું કાર્ય કરી રહી છે.

પોસ્ટરો લગાવવાના મામલે સામાન્ય રીતે કોઈ ફરિયાદ થતી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના આઠ કાર્યકરો વિરુદ્ધ એક બે નહીં પરંતુ પાંચ- છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જામીનપાત્ર ગુનો હોવા છતાં કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. એક કેસમાંથી મુક્ત થાવ એટલે બીજા કેસમાં, આમ કાર્યકરોને ડરાવવામાં ગભરાવવામાં આવી રહ્યા છે. આઝાદીના ઇતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી ગજબની તાનાશાહી ભાજપ સરકાર કરી રહી છે.

Most Popular

To Top