Gujarat

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા મેડિકલ ઓફિસર (MO) વર્ગ-2ની પરીક્ષાનુ પરિણામ જાહેર

ગાંધીનગર: ગુજરાત (Gujarat) જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું (Exam) આજે પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા આ પરીક્ષા વર્ષ ૨૦૨૧માં લેવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ-૨ મેડિકલ ઓફિસરની પરીક્ષાનું આજે પરિણામમાં ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૧ અને ૨ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ નવીન ૭૦૪ મેડિકલ ઓફિસરોનું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.

Most Popular

To Top