Dakshin Gujarat

બીલીમોરા-વઘઇ નેરોગેજ હેરીટેજ રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેન દોડશે

બીલીમોરા: (Bilimora) બીલીમોરાથી વઘઇ વચ્ચે નેરોગેજ લાઇન હેરીટેજ રૂટ (Heritage Rout) ઉપર હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનની (Hydrogen train) જાહેરાત થતા લોકોમાં આનંદ (Happiness) વ્યાપી ગયો હતો. આ હેરીટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી. જેને કારણે આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. ઇકો ફ્રેન્ડલી ટ્રેનને કારણે આદિવાસી પટ્ટાનો સર્વાંગી વિકાસ થશે.

  • બીલીમોરા-વઘઇ નેરોગેજ હેરીટેજ રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેન દોડશે
  • હેરીટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવેની જાહેરાત
  • આ રૂટ ગ્રીન કોરિડોર બનતા મુસાફરો આરામદાયક, સુવિધાજનક ઝડપી મુસાફરી માણી શકશે
  • અગાઉ બીલીમોરા-વઘઇ હયાત નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી મહારાષ્ટ્રના મનમાડ સુધી લંબાવવાની માંગ હતી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવાર બપોરે હેરીટેજ રૂટ ઉપર દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં બીલીમોરા વઘઇ વચ્ચે 62 કિલોમીટરની નેરોગેજ લાઇનનું વિસ્તૃતીકરણ કરી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરાશે. છેલ્લા 111 વર્ષથી નેરોગેજ રેલવે ટ્રેન અંગ્રેજ શાસનમાં શરૂ થઈ હતી. જંગલની વિવિધ પેદાશ અને ઇમારતી લાકડું વઘઇ સ્ટેશનથી 62 કીમી દૂર બીલીમોરા બંદરેથી વિદેશમાં નિકાસ કરાતું હતું. આર્થિક રીતે પરવડે તેમ નહીં હોવાના કારણે થોડા સમય માટે આ ટ્રેન બંધ પણ કરાઈ હતી. ટ્રેનના મળેલા હેરીટેજ દરજ્જાને ધ્યાને લઇ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેને કારણે આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. મુસાફરો આરામદાયક, સુવિધાજનક ઝડપી મુસાફરી માણી શકશે. ઇકો ફ્રેન્ડલી ટ્રેનને કારણે આદિવાસી પટ્ટાનો સર્વાંગી વિકાસ થશે. જો કે આ પ્રારંભિક તબક્કે ટ્રેનની ટેક્નિકલ ખૂબીઓ અંગે માહિતી પૂરેપૂરી પ્રાપ્ત નથી. તેમ છતાં સમગ્ર પંથકમાં આનંદ વ્યાપી ગયો હતો.

નેરોગેજ લાઇન ઉપર સોઈલ ટેસ્ટિંગ કરાતું હતું
અગાઉ બીલીમોરા-વઘઇ હયાત નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી મહારાષ્ટ્રના મનમાડ સુધી લંબાવવાની માંગ હતી. હવે હેરીટેજ રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેનની જાહેરાત સામે આવી છે. ગત માર્ચ મહિનાથી હયાત નેરોગેજ લાઇન ઉપર સોઈલ ટેસ્ટિંગ કરાતું હતું. જે શા માટે બંધ રહ્યુ તેનું રહસ્ય અકબંધ હતું. હવે જાહેરાત બાદ હાઇડ્રોજન ટ્રેન માટે જ હતું એવું લાગી રહ્યું છે.

Most Popular

To Top