Entertainment

બિગ બોસ 16ના અબ્દુલ રાઝિકની અમીરી વિશે જાણીને આશ્ચર્ય થશે, પહેરે છે સોનાના શૂઝ અને..

બિગ બોસ (Big Boss) 16 ના સ્પર્ધક અબ્દુલ રાઝિક (Abdul Razik) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે તેના સુંદર દેખાવ અને પ્રેમાળ વર્તનને કારણે લોકોના મન પર છવાઈ ગયો છે. ટૂંકા ગાળામાં અબ્દુલ ચાહકોનો પ્રિય બની ગયો છે અને સલમાન ખાનના શોના આ વિશાળ પ્લેટફોર્મ પર નેટીઝન્સ તેમના પર પ્રેમ વરસાવી રહ્યો છે. દુનિયાના સૌથી યુવા ગાયક અબ્દુલ રાઝિક જે બીગબોસના ઘરમાં બંધ છે તે દરેકના દિલ જીતી રહ્યો છે. યુવાન હોવા છતાં પોતાના કૌશલ્યથી મોટાને હરાવવાની ક્ષમતા ધરાવતો અબ્દુલ રાઝિક એક મહાન ગાયક (Great Singer) છે. તે ફક્ત 19 વષનો છે. આ શોનો ભાગ બનવાની સાથે જ તે આખી દુનિયામાં ફેમસ થઈ ગયો છે. શોમાં એક સહભાગી હોવા છતાં તેની નિર્દોષતા અને અવાજ ચાહકોનું દિલ જીતી રહ્યાં છે. તાજિકિસ્તાનમાં જન્મેલ અબ્દુલ રાઝિકના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે.

  • બિગ બોસ 16 ના સ્પર્ધક અબ્દુલ રાઝિક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે
  • યુવાન હોવા છતાં પોતાના કૌશલ્યથી મોટાને હરાવવાની ક્ષમતા ધરાવતો અબ્દુલ રાઝિક એક મહાન ગાયક છે
  • અબ્દુના લક્ઝરી વાહનોની યાદીમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે
  • દુનિયાના સૌથી નાના સિંગરનું બિરુદ મેળવનાર અબ્દુલનું રૈપ સોંગ ‘ઓહી દિલ જોર’ દુનિયાભરમાં લોકપ્રિય થયું હતું

રોલ્સ રોયસ ઘોસ્ટ અને મર્સિડીઝ બેન્ઝ
અબ્દુના લક્ઝરી વાહનોની યાદીમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે. તેણે આ કારને ખાસ બનાવવા માટે તેની નંબર પ્લેટ પર તેનું નામ લખાવ્યું છે. ભારતમાં રોલ્સ રોયસ ઘોસ્ટની કિંમત રૂ. 6.95 કરોડ (એક્સ-શોરૂમ) છે. અબ્દુના કાર કલેક્શનમાં બીજી લક્ઝરી કાર મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ છે અને તેની કિંમત 60 લાખથી વધુ છે.

ઇન્સ્ટા પર 4.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે
પોતાના જોરદાર અવાજને કારણે અબ્દુલ દુનિયાભરના લોકોનો પ્રિય છે. તેઓ લાંબા સમયથી ગાયકીની દુનિયામાં યોગદાન આપી રહ્યો છે. અબ્દુને સૌપ્રથમ તાજિક રૈપ ગીતો ગાવાની તેની કુશળતાએ તેને પ્રસિદ્ધિ અપાવી. દુનિયાના સૌથી નાના સિંગરનું બિરુદ મેળવનાર અબ્દુલનું રૈપ સોંગ ‘ઓહી દિલ જોર’ દુનિયાભરમાં લોકપ્રિય થયું હતું, ત્યારબાદ તેને સ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો. અબ્દુલના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે. તેને ઈન્સ્ટા પર 4.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અત્યાર સુધી સિંગરે 482 પોસ્ટ કર્યા છે અને તે 66 લોકોને ફોલો કરે છે.

અબ્દુલ રાઝિક સોનાના શૂઝ પહેરે છે
અબ્દુલ બીગબોસના પરિવારના સભ્યો પર પણ પોતાની ક્યુટનેસનો જાદુ જોરદાર રીતે ચલાવી રહ્યો છે. 19 વર્ષીય રાઝિક આ શોમાં કન્ટેસ્ટન્ટ્સ સાથે હળીભળી રહ્યો છે. આ સાથે તેની સાથે લાવેલી વસ્તુઓ પણ ખૂબ જ રસપ્રદ અને લોકપ્રિય બની રહી છે. શો સાથે જોડાયેલા અબ્દુલ રાઝિક હાલમાં જ બીગબોસ પરિવારના સભ્યો સાથે જોવા મળ્યો હતો. અને તેઓ તેમને તેમના સોનાના શૂઝ બતાવી રહ્યા હતા. અબ્દુલ રાઝિક બિગ બોસના ઘરમાં ખૂબ જ મોંઘા અને ગોલ્ડ સ્ટીકર જૂતા લાવ્યા છે જેના વિશે તે વીડિયોમાં વાત કરતો જોવા મળે છે.

Most Popular

To Top