Dakshin Gujarat

સંભવિત પૂરની સ્થિતિ અંકલેશ્વરના નદી કાંઠાના 13 ગામો એલર્ટ મોડમાં : 861 લોકોનું સ્થળાંતર કરાયું

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) નર્મદા નદીમાં (Narmada River) પાણીની આવક વધતા નદીએ ભયજનક (Danger) ૨૪ ફૂટની સપાટી વટાવી ને ૨૫ ફૂટ પર નદીના તોફાની (Stormy In River) પાણી વહી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર ના વહીવટી તંત્ર (Administrative system) દ્વારા સંભવિત પૂરની (possible Flood ) સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે બે ગામ માંથી ૬૮૧ લોકો નું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કર્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા નદી કિનારા ના લોકો માટે એલર્ટ જારી
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છેલ્લા ત્રણ દિવસથી તબક્કા વાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે ભરૂચ જીલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારા ના લોકો માટે એલર્ટ જારી કર્યું છે.ડેમ માંથી ૫.૪૫ કયુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી છે.જેને પગલે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ૫૦૧,ખાલપીયા ગામના ૧૭૦ અને ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીના ૧૦ લોકોનું પ્રાંત અધિકારી નૈતિક પટેલ,મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

અંકલેશ્વર ની આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણ રેલ્વે બ્રિજ બંધ
અંકલેશ્વરના પીરામણ પાસે થી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થઈ જતા પીરામણ ગામને જોડતા રેલ્વે અંદર બ્રિજ માં પાણી ફરી વળતા માર્ગ બંધથઇ જવા ના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો .અંકલેશ્વર તાલુકા માં.વરસાદી માહોલ અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 5 લાખ ક્યુસેક પાણી છોડવામા આવતા વરસાદ ના પાણી નો નિકાલ અટકતા ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદ ના કારણે અંકલેશ્વર ના પીરામણ ગામને અડીને પસાર થતી આમલાખાડી સીઝન માં બીજી વાર ઓવર ફ્લો થઇ છે. આમલાખાડી ઓવરફલો થતા હાઇવેથી પીરામણ ગામને જોડતા રેલ્વે અંદર બ્રિજ માં પાણી ફરી વળતા માર્ગ બંધ ગયો છે.. રેલ્વે અંદર બ્રિજ માં પાણી ભરાતા વાહન ચાલકો ને નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું . જો કે પાણી નું લેવલ નીચું હોવાથી વાહન વ્યવહાર ને આંશિક અસર થઇ હતી.

અંકલેશ્વરના આ વિસ્તારો પણ ખુબ જ પ્રભાવિત થયા
પૂર થી પ્રભાવિત થતા અંકલેશ્વર ના સરફુદ્દીન ,ખાલપીયા ,જુના છાપરા ,જુના કાશીયા ,બોરભાઠા બેટ ,સક્કરપોર ,જુના પુનગામ ,બોરભાઠા , જુના તરીયા , જુના ધંતુરીયા ,જુના દિવા સહિત ના ૧૩ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે,સાથે તંત્ર દ્વારા આ ગામો ના સરપંચ અને તલાટી ઓ ને પણ સ્થળ ઉપર હાજર રહેવા સૂચના ઓ આપવામાં આવી છે.અંકલેશ્વર પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ખડે પગે વોચ રાખવામાં આવી છે.

Most Popular

To Top