Dakshin Gujarat

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાના પોલીસ અધિકારી-કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

અંકલેશ્વર: ગુજરાત (Gujarat) વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં (Election 2022) ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ (Police) અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ (Bharuch) જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ ગુરુવારે પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ સવલત અંતર્ગત તા.૨૪ નવેમ્બરે પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિસ્ટ ભરૂચ ડિવિઝન માટે તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ ખાતે, અંકલેશ્વર ડિવિઝન માટે માં શારદા ભવન ટાઉન હોલ, જીનવાલા કંપાઉન્ડમાં ખાતે તથા જંબુસર ડિવિઝન માટે પ્રાંત કચેરીનો સમાવેશ થાય છે. વધુમાં, પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બપોરના ૨ કલાક સુધીમાં ૬૭૦ પોલીસકર્મીઓ, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોએ પોલીસ તાલીમ ભવન ખાતે પોતાનો કીમતી મત પોસ્ટલ બેલેટ દ્વારા આપ્યો હતો. જ્યારે અંકલેશ્વર ડિવિઝન માં શારદા ભવન ટાઉન હોલ, જીનવાલા કંપાઉન્ડમાં ૪૮૦ જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. જ્યારે જંબુસર ડિવિઝનની પ્રાંત કચેરી ખાતે ૩૪૫ જેટલા પોલીસકર્મીએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.
મતદાનના અવસરે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ ભરૂચ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જીતનગર પોલીસ હેડક્વાર્ટર સંકુલ ખાતે 1902 જવાનનું પોસ્ટલ બેલેટથી મતદાન
રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સંદર્ભે મતદાનનાં દિવસે-નાંદોદ વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારા ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડઝ અને જીઆરડી અને ટ્રાફિક TRPના જવાનો સહિત કુલ ૧૯૦૨ જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ફેસિલિટેશન સેન્ટર ઊભું કરાયું હતું. જ્યાં જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. આ મતદાનમાં જિલ્લાના કેવડિયાથી લાકડીના ટેકે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવેલા અને SRP ગ્રુપમાં પોલીસ-સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા મંગુ રોહિતે આ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઇ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Most Popular

To Top