National

જોહાનિસબર્ગમાં બારમાં અંધાધૂંધ ગોળીબાર: 14ના મોત, 10 ઘાયલ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South Africa) જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો. આ ફાયરિંગમાં 14 લોકોના મોત (Death) થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા છે. ધાયલ થયેલ તમામને નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. પોલીસ અઘિકારી (Police) પાસેથી જાણકારી મળી આવી છે કે જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપમાં એક બારમાં (Bar) ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આ ઘટના શનિવારે મધ્યરાત્રિના સમયે ઘટી હતી. હુમલાખોરો મધ્યરાત્રિના સમયે જોહાનિસબર્ગના સોવેટોમાં એક બારમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ ગોળી બાર કર્યા પછી હુમલાખોરો સફેદ રંગની ટોયોટા ક્વોન્ટમ મિનિબસમાં ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલામાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે.

  • દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં અંધાધૂંધ ગોળીબાર
  • અચાનક બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ 
  • મૃત્યુ પામેલા લોકોની ઉંમર 19 થી 35 વર્ષની વચ્ચે

પોલીસના જણાવ્યા અનુસાર, લોકો બારમાં ડાન્સ કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. અચાનક બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરતા હતા. ઘટના અંગેની જાણકારી થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને હોસ્પિટલ લઈ જતી વખતે 2 લોકોના મોત થયા હતા. આ રીતે કુલ 14 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 10 લોકો ઘાયલ થયાની જાણકારી મળી આવી છે.

મૃત્યુ પામેલા લોકોની ઉંમર 19 થી 35 વર્ષની વચ્ચે છે
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 19 થી 35 વર્ષની વચ્ચેના છે. ઓર્લાન્ડો પોલીસ સ્ટેશનના કમાન્ડર બ્રિગેડિયર નોનહલ્લાનહલા કુબેકાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપવામાં આવશે. પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી મળી આવેલા કારતૂસો પરથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરોની સંખ્યા એકથી વધુ હતી. જો કે હુમલાખોરોએ આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

Most Popular

To Top