World

બાંગ્લાદેશ: પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 15 લોકોના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશમાં સોમવારે પેસેન્જર ટ્રેન (Passenger Train) અને માલગાડીની (Goods Train) જોરદાર ટક્કરથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. કિશોરગંજથી ઢાકા જઈ રહેલી પેસેન્જર ટ્રેન સાંજે લગભગ 4.15 વાગ્યે ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબમાં થયો હતો. રાજધાની ઢાકા નજીક કિશોરગંજમાં થયેલા આ અકસ્માતમાં 15થી વધુ લોકોના મોતની આશંકા છે. આ અથડામણમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સંખ્યા વધી પણ શકે છે.

બાંગ્લાદેશમાં સોમવારે પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ભૈરબ રેલ્વે સ્ટેશનના ડ્યુટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે ચટ્ટોગ્રામ તરફ જઈ રહેલી માલસામાન ટ્રેન કિશોરગંજમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 4 વાગ્યે ઢાકા આવી રહેલી અગારો સિંદુર એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ભૈરબના અધિકારી સાદીકુર રહેમાને કહ્યું કે અમે 15 મૃતદેહો બહાર કાઢ્યા છે, ઘણા ઘાયલ હજુ પણ ફસાયેલા છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે પલટી ગયેલા કોચની નીચે હજુ પણ લોકો કચડાયેલા અને ફસાયેલા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.

દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. જો કે સમાચાર એજન્સી પીટીઆઈએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ક્ષતિગ્રસ્ત કોચમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર ભૈરબ ખાતે પેસેન્જર ટ્રેન સાથે અથડાયેલી માલગાડીએ સિગ્નલની અવગણના કરી હતી. ઘણા ઘાયલો ક્ષતિગ્રસ્ત કોચ નીચે દટાયેલા છે. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર માલગાડીએ એગારો સિંદુર એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ દેશના અન્ય ભાગોમાં ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાની આશંકા છે.

Most Popular

To Top