Gujarat

ટ્રકે ટક્કર મારતા કારનો કાગળ જેવો ડૂચો બની ગયો, બનાસકાંઠાના પરિવારના 4ના મોત

બનાસકાંઠા: બનાસકાંઠા(Banaskatha)થી એક પરિવારને રાજસ્થાન(Rajasthan) નજીક અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં 4 લોકોનાં મોત(Death) થયા હતા. પરિવાર શનિવારનાં રોજ ગુજરાતથી જસોલ (બાડમેર)માં બાબા રામદેવજીના દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે સમયે પૂરપાટ ઝડપે આવેલી રહેલી ટ્રકે અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેમાં 3 લોકોના ઘટના જ કરુણ મોત નીપજ્યા હતા. 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે.  જ્યારે એક મહિલાને સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થયું હતું.

બાબા રામદેવનાં દર્શને ગયો હતો પરિવાર
બનાસકાંઠાથી એક પરિવાર કારમાં સવાર થઇ રાજસ્થાન જઈ રહ્યો હતો. પરિવાર બાબા રામદેવને જોઈને પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન સવારનાં 8 વાગ્યે ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માત રાજસ્થાનના ગુડામલાની પોલીસ સ્ટેશન હેઠળના સિંધરી સાંચોર હાઈવે પર થયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને ગુડામલાણી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ સાથે મૃતકોના મૃતદેહને પણ શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસે હાઈવે બ્લોક કરી બચવા કામગીરી શરુ કરી હતી. પોલીસે અકસ્માત નુકશાન થયેલા વાહનોને હટાવ્યા હતા. અને હાઈવેને ફરી શરુ કરાયો હતો.

ધાનેરાનો વતની છે પરિવાર
મૃતકોબનાસકાંઠાનાં ભાલડીના વતની છે. કમલાદેવી (70), ઘાનેરાના રાજેશ કૈલાશ માહેશ્વરી (22), ધાનેરાના દ્રૌપદીબેન (65) અને મનિષાબેન (32)નો સમાવેશ થાય છે. આ મૃતકો એક જ પરિવારના છે. આ અકસ્માત એટલો ખરાબ હતો કે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવા માટે કાર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો છે. પોલીસે મૃતકોના મૃતદેહને ગુડામલાનીના શબઘરમાં રાખ્યા છે.

8 વર્ષના બાળકની હાલત ગંભીર
ગુડામાલાણીના ડીઅસપી શુભકરણ ખીંચીએ જણાવ્યું કે કારમાં કુલ પાંચ લોકો હતા. તમામ લોકો ગુજરાતના વતની હતા. જેમાં બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા અને બાળક ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને સાંચોર રીફર કરવામાં આવ્યો હતો. બાદમાં મહિલાનું પણ મોત થયું હતું. 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે. 

Most Popular

To Top