SURAT

કીડીના ઢગલાંમાંથી મળી આવેલી નવજાત બાળકીની મા, દાદા-દાદી મહારાષ્ટ્રથી મળ્યા, આ કારણે ત્યજી હતી

સુરત(Surat): સુરતના કતારગામ (Katargam) ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનું આખરે બુધવારે મોત નિપજ્યું હતું. ગંભીર હાલતમાં તરછોડી દેવાયેલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું. ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની 16 વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રથી માતા સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

  • મહારાષ્ટ્રમાં 16 વર્ષની દીકરી લગ્ન વિના ગર્ભવતી થઈ
  • માતા-પિતાએ ડિંડોલીમાં ડિલીવરી કરાવી નવજાત બાળકીને કતારગામમાં ત્યજી દીધી હતી
  • આ કેસમાં પોલીસે માતા-પિતા, ડોક્ટર સહિત પાંચની ધરપકડ કરી

કતારગામ મહાજન અનાથ બાળ આશ્રમ બહાર સોમવારે તા. 26 ફેબ્રુઆરીની વહેલી સવારે કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છૂપાવવા માટે નવજાત બાળકીને તરછોડી જતી રહી હતી. સવારે એક રાહદારીની નજર કપડામાં લપેટીને કીડીના ઢગલા વચ્ચે પડેલી અને કીડી કરડતી હોવાથી રડી રહેલી બાળકી પર પડી હતી. રાહદારીએ 108ને જાણ કરતા બાળકીને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

ટૂંકી સારવાર બાદ બાળકીનું આખરે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ એક રિક્ષાના આધારે કતારગામ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી અને હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પિનાકીન પરમાર ( ડીસીપી )એ જણાવ્યું હતું કે, ત્યજી દેવાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા 304 ની કલમનો ઉમરો કરવામાં આવ્યો હતો. કતારગામ પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટે ઘણા સીસીટીવી તપાસ કર્યા હતા. જેમાં એક રીક્ષાના આધારે પોલીસ રીક્ષા ચાલક સુધી પહોંચી હતી અને આ ગુનાનો ભેદ મોકલવામાં સફળતા મળી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના દંપતીને એક 16 વર્ષની દીકરી છે. કિશોરીના લગ્ન થયા નથી અને તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. જેથી સુરત તે ડિલિવરી કરાવવા માટે આવ્યા હતા. ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો જેથી એક રિક્ષાવાળાને હાયર કરી બાળકીને આશ્રમ બહાર મૂકાવી દીધી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ કિશોરીના માતા-પિતા રીક્ષા ચાલક અને કિશોરીની ડિલિવરી કરાવનાર ડોક્ટર અને એક નર્સની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે.

આ પાંચ આરોપીની ધરપકડ કરાઈ
(૧) સમાધાન ત્રંમ્બક પાખરે (ઉ.વ. ૪૯ ધંધો:- મિસ્ત્રીકામ રહેવાસી:- ગામ:શેલસુર તા : ચિખલી જી.બુલઢાણા રાજ્ય મહારાષ્ટ્ર ), (૨) અનીતાબેન સમાધાન પાખરે (ઉ.વ. ૪૨ ધંધો:- ખેતીકામ રહેવાસી:-ગામ:શેલસુર તા : ચિખલી જી.બુલઢાણા રાજ્ય મહારાષ્ટ્ર ), (૩) મીનાબેન મનુભાઇ રામનારાયણ જયસ્વાલ (ઉ.વ.૬૯ ધંધો-ડોકટર રહે.ઘર.નં.૧૫૧,૧૫૨ મયુર સોસાયટી ગલી.નં.૩ પાસે અક્ષય ક્લીનીક પાસે ડીડોલી સુરત ), (૪) રાહુલ ભાસ્કર સુર્યવંશી (ઉ.વ. ૫૧ ધંધો:-કચરાપોતા રહેવાસી:- સાઇ મેડિકલની પાસે,અક્ષય કિલીનીક એન્ડ નસીગ હોમ પાસે, મયુર સોસાયટી, ગલીનં-૩ નીલગીરી, ડીડોલી, સુરત), (૫) મગલાબેન ગૌતમભાઇ ધવડે (ઉ.વ. ૪૯ ધંધો:-કચરાપોતા રહેવાસી:- સાઇ મેડિકલની પાસે,અક્ષય કિલીનીક એન્ડ નસીગ હોમ પાસે, મયુર સોસાયટી, ગલીનં-૩ નીલગીરી, ડીડોલી, સુરત).

Most Popular

To Top