World

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળેલા કાટમાળનું ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સાથે સંબંધ, ભારતે કહ્યું…

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના (Australia) દરિયા કિનારે થોડા દિવસો પહેલા એક રહસ્યમય વસ્તુ (mysterious thing) મળી આવી હતી. આ રહસ્યમય વસ્તુ મળી આવતા ત્યાંના સ્થાનિક લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. આ પહેલા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કિનારે મળી આવેલ વસ્તુ ચંદ્રયાન-3ના (Chandrayaan-3) પ્રક્ષેપણ સાથે સંબંધિત હોઈ શકે છે. જો કે ભારત દ્વારા આ વાતને તરત જ જૂઠલાવી દેવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ (Australian Space Agency) તે રહસ્યમય વસ્તુને ભારત સાથે જોડી દીધું છે.

ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણના (launch) થોડા દિવસો બાદ ઓસ્ટ્રેલિયાના બીચ પર એક વસ્તુ મળી આવી હતી. જે ચર્ચાનો વિષય બની હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ પદાર્થ ચંદ્રયાન-3 મિશન સાથે સંબંધિત હોઈ શકે છે. જોકે ભારતની સ્પેસ એજન્સીએ તેને ફગાવી દીધી હતી. હવે ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે બીચ પર મળેલી વસ્તુ ભારત સાથે સંબંધિત છે.

ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ સોમવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યુ હતુ જેમાં તેમણે લખ્યું હતું કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જ્યુરિયન ખાડી નજીક બીચ પર મળી આવેલ રહસ્યમય વસ્તુ કદાચ ભારતના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ના ત્રીજા તબક્કાનો કાટમાળ છે. PSLV એ ISROનું મધ્યમ વજનનું પ્રક્ષેપણ વ્હીકલ છે. ઓસ્ટ્રેલિયન એજન્સીએ વધુમાં લખ્યું કે કાટમાળને સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને તેના યોગ્ય નિકાલ માટે ISRO સાથે કામ કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલ કાટમાળના ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી દ્વારા શેર કરાયેલ ફોટામાં, એક વિશાળ કાંસ્ય રંગની ધાતુની નળાકાર વસ્તુ બીચ પર પડેલી જોવા મળે છે. જ્યુરિયન ખાડી પાસે રહેતા સ્થાનિક રહેવાસી ગાર્થ ગ્રિફિક્સે ઓસ્ટ્રેલિયાના એક મીડિયાને જણાવ્યું હતું કે આ પદાર્થ લગભગ 10 ફૂટ લંબાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતો હતો.

જોકે આ કાટમાળ ચંદ્રયાન-3નો હોવાના કરવામા આનવામા આવેલ દાવાઓ ઝડપથી ખોટા પડી ગયા હતા કારણ કે કાટમાળ દરિયાઈ જીવોથી ઢંકાયેલો હતો. આ બતાવે છે કે આ કાટમાળ તાજેતરનો ન હતો પરંતુ મહિનાઓથી દરિયામાં પડ્યો હતો અને હવે કિનારે તરતો આવ્યો હતો. ઈન્ડિયન સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે આ કાટમાળ ભારતનું હોઈ શકે કે ન પણ હોય શકે. એજન્સી વતી એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ઑબ્જેક્ટનું પરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી તે અમારી છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી.

યુરોપીયન સ્પેસ એજન્સીના એન્જિનિયર એન્ડ્રીયા બોયડે કહ્યું હતું કે તેમના સાથીદારો માને છે કે હિંદ મહાસાગરમાં મળેલી વસ્તુ ભારતીય રોકેટનો ભાગ છે. જે સેટેલાઇટ લોન્ચ કરતી વખતે પડી હશે. તેમણે કહ્યું હતું કે ઓબ્જેક્ટના કદ અને આકારને જોતા અમે સંપૂર્ણ નિશ્ચિતતા સાથે કહી શકીએ છીએ કે તે ભારતીય રોકેટનું અપર સ્ટેજ એન્જિન છે જેનો ઉપયોગ વિવિધ મિશન માટે થાય છે.

Most Popular

To Top