Vadodara

જિલ્લા અને તાલુકા પંચાયત ખાતેપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

વડોદરા: જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી રાજેશ પાઠક પહોંચે તે પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનની ટીમ ત્યાં પહોંચી હતી.પ્રભારીએ જણાવ્યું હતું કે આ અઢી વર્ષ માટે પ્રમુખની સીટ સામાન્ય મહિલા અનામતની જે આ સીટ માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટે ગાયત્રીબેન તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દરખાસ્ત ભાજપ કરવાની છે.અશ્વિનકુમાર પટેલ કે જેમને જિલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળે છે. નિલેશ પુરાણી જેઓને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને રેશ્માબેન વસાવા એમને પક્ષના નેતા તરીકેની જવાબદારી મળે છે અને નવીનભાઈ સોલંકી એમને દંડક તરીકેની જવાબદારી આપવામાં આવી છે.આ રીતે કુલ આજે પાંચ જવાબદારીની અમે જાહેરાત કરી છે.

અમારી પાસે બધું તૈયાર છે આજથી અમે કામે લાગી જઈશુ
શિક્ષણ સમિતિની જવાબદારી આપી તો શિક્ષણની અંદર અઢી વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેની અંદર અગાઉના વર્ષોમાં વડોદરા જિલ્લો 27 માં નંબરે હતો.આ સર્વેની અંદર એકની પાંચમાં છે અને શ્રેષ્ઠ જિલ્લાનો શિક્ષણની અંદર એવોર્ડ અમને મંત્રીએ આપ્યો છે. તો હવે જિલ્લાનું સુકાન સોંપવામાં આવ્યું છે.તો આગામી અઢી વર્ષમાં ગુજરાતની અંદર શ્રેષ્ઠ જિલ્લો સહાય આપવામાં આવશે.સરકારશ્રીની 450 પ્રાંત યોજનાઓ છે જે વિવિધ વિભાગો દ્વારા અમને પાછલા વર્ષોનો અનુભવ છે.કે કયા વિભાગમાં કઈ યોજના છે.કેટલી યોજનાઓ છે ક્યાં સુધી પહોંચાડવાની છે એ અમને ખબર છે.કોના દ્વારા પહોંચાડવાની છે.અમારી પાસે બધું તૈયાર છે.એટલે હવે આવતીકાલથી અમારે કામે લાગી જવાનું છે.એટલે આવતા દિવસોમાં એક પણ લાભાર્થી બાકી નહીં રહે એનું અમે ધ્યાન રાખીશું. – અશ્વિન પટેલ

દરેક કાર્યને હું પુર્ણ કરવાનો પ્રયત્ન કરીશ
અમને સારું લાગ્યું કે પાર્ટી અમારી પર વિશ્વાસ કર્યો એ બદલ હું તમામનો આભાર માનું છું અને જે જે પાર્ટી મને આદેશ આપશે જે કાર્ય કરવાના રહેશે દરેક કાર્યને હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ. – ગાયત્રીબા ગઢવી પ્રમુખ જિલ્લા પંચાયત
જવાબદારી નિભાવીશુ
જે જવાબદારી મને તાલુકાના ઉપપ્રમુખ પ્રદેશો આપી છે તે બાલા હું સૌનો આભાર માનું છું અને બધાને સાથે લઈને સાથે મળીને આગળના જે બાકી પડેલા કામો છે તેને પૂર્ણ કરીશું. – જ્યોત્સનાબેન વાઘેલા ઉપપ્રમુખ વડોદરા તાલુકા પંચાયત

બાકી રહેલા કામો પુર્ણ કરીશુ
અઢી વર્ષમાં જે કામ થાય છે અને જે કામ બીજા પેન્ડિંગ છે. તે કામ પૂરા થાય તે રીતના દરેક પ્રયત્નો અમે કરીશું. બધાનો પ્રદેશ પ્રમુખનો જિલ્લા પ્રમુખ નો તમામ સંગઠન તાલુકા પંચાયતના તમામ સભ્યો દરેકનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારી પર ભરોસો મૂકીને મને પ્રમુખનું પદ આપ્યું છે. -અંકિતાબેન પરમાર,પ્રમુખ તાલુકા પંચાયત

તમામ ભેગા મળીને વડોદરા જિલ્લાનો વિકાસ કરીશું
જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષ માટે આ બીજી એક ટર્મની હોદ્દેદારોની નિમણૂક માટે આજની આ બેઠકમાં અમારા પ્રદેશના અધ્યક્ષ પ્રમુખ સી આર પાટીલ દ્વારા જે નામોની અમને મેન્ડેટ આપવામાં આવ્યો છે એની જાહેરાત અમારા પ્રભારી રાજેશ પાઠકે કરી છે અને તમામે તમામ 27 ભેગા મળીને વડોદરા જિલ્લાના વિકાસ કેવી રીતે થાય ગરીબોને કેવી રીતે સરકારનો લાભ મળે એ બધા લાભો ગરીબોને આપવા માટે તમામે તમામ સભ્યોએ સાથે મળીને આ જિલ્લા પંચાયતમાં કામ કરવાના છે .પરંતુ બધા જ ભેગા મળીને કામ કરવાનું હોય છે. -સતીશ નિશાળીયા, પ્રમુખ, જિલ્લા ભાજપ

છેવાડાના માનવી સુધી વિકાસ પહોચાડીશું
પાર્ટીના જે સિદ્ધાંતો અમારા છે એ અમારી પેઢી દર પેઢીથી મળેલા છે,એ છેવાડાના માનવી સુધી વિશ્વ નેતા મોદીજીએ જે યોજનાનું યોગદાન આપ્યું છે શક્ય એટલું પહોંચાડવા પ્રયત્ન કરી અને વડોદરા રાજ્યની અંદર કેવી રીતે અગ્રેસર રહે તે માટે સતત તમે કામે લાગ્યા રહીશું અને ચિંતન મનન કરી અને સામાન્ય છેવાડાના માનવીના ઉત્થાન માટે રાષ્ટ્ર વિકાસ થાય છે એ દિશામાં જ અમે કામગીરી કરીશું. – નિલેશ પુરાણી અધ્યક્ષ કારોબારી જિલ્લા પંચાયત

અમારી પર વિશ્વાસ બદલ ટીમનો અાભાર
જે હોય અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને આ પદ સોંપ્યું છે તો અમે વચન આપીશું કે સારી રીતે મેં આ પદ નિભાવીશું જે બદલ હું અમારા પ્રદેશ અધ્યક્ષ જિલ્લા પ્રમુખે ટીમનો આભાર માનું છું.
-બીરેન પટેલ અધ્યક્ષ કારોબારી તાલુકા પંચાયત

Most Popular

To Top