Charchapatra

સરકારી એજન્સીઓનો દુરુપયોગ?

હમણાં પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ભવ્ય જીત અને તે પછી તૃણમૂલ કોંગ્રેસમાંથી જે સાંસદોના રાજીનામાં આપી બીજી પાર્ટીમાં જોડાય ગયા અને હમણાં રાજ્યસભાની ચૂટણીઓમાં જે રીતે ભાજપનો વિજય થયો તે જોતાં દેશના વિરોધપક્ષના કેટલાક નેતાઓ, બુધ્ધિજીવીઓ, લેખકો, સાહિત્યકારો આજે ભાજપની એ વાતે ટીકા કરી રહ્યા છે કે, તેઓ સત્તા, ધન અને સરકારી એજન્સીઓના આધારે ચૂંટણીઓ જીતી રહ્યા છે, વિરોધ પક્ષોના સાંસદોને તેઓ ડરાવીને ખરીદી રહ્યા છે.

ભાજપ ધન, સત્તા અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. આ બધા મારી એક વાતનો જવાબ આપે કે, શું મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રીની હતા ત્યારે ગાંધીનગરમાં બાર-બાર કલાક સુધી પૂછપરછ થઈ હતી. શું આ સરકારી એજન્સીઓનો દુરુપયોગ નહોતો? છતાય મોદીએ સરકારી એજન્સીઓને પૂરો સહયોગ કર્યો હતો કે નહીં? જ્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે તેમણે જેલમાં રાખીને હેરાન કરવામાં આવેલા, જ્યારે ઉધ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે અર્ણવ ગોસ્વામી, સુનયના હોલે અને સમિત ઠક્કરની ધરપકડ કરીને  જેલમાં પૂરેલા ત્યારે ઉધ્ધવ ઠાકરેને કોઈએ કહેલું આ તો સત્તાનો દુરુપયોગ છે? જ્યારે ઉધ્ધવ ઠાકરેએ કંગના રાણાવતની ઓફિસ તોડી પાડેલી ત્યારે તમારું ડહાપણ ક્યાં બેઠું હતું? ત્યારે બધાને સરકારી એજન્સીઓનો અત્યાચાર નહોતો દેખાયો?
બારડોલી          – કેદાર રાજપૂત આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top