Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણી અંતર્ગત રાજ્યમાં ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૭૫ સપ્તાહની દેશવ્યાપી ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨મી માર્ચ-૨૦૨૧થી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ જન-જન સુધી રાષ્ટ્રભાવનાની ચેતનાને વધુ બળવત્તર બનાવવા ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં જન-જન સુધી રાષ્ટ્રભાવનાની ચેતના જાગૃત થાય તે પ્રકારે આ ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું છે. જે અંતર્ગત રાજયમાં રાજ્યકક્ષાના ૧૫, જિલ્લાકક્ષાના ૨૦ અને તાલુકાકક્ષાના ૪૦ મળીને કુલ ૭૫ સ્થળોએ ૭૫ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ તમામ કાર્યક્રમો 2 થી 3 કલાકના રહેશે. દરેક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો/સેલેબ્રિટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ઉપરાંત, આઝાદીની ગાથા અને સ્વર્ણિમ ગુજરાત અંગેનો મલ્ટિમિડીયા શૉ રજૂ કરવામાં આવશે. લોકપ્રિય વક્તાઓ, જાણીતા સ્ત્રી-પુરુષ કલાકારો અને યુવા પ્રતિભાશાળી કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથો-સાથ સ્થાનિક કલાકારો, સ્થાનિક કલા, સ્થાનિક વાનગીઓ તથા ખાદી વગેરેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા/મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રવાસન વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને માહિતી વિભાગ દ્વારા સંકલનમાં રહીને આ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉજવણીની પૂર્ણાહુતિ આગામી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ થશે

Most Popular

To Top