શું દુનિયામાં એવો કોઈ દેશ છે જે પડોશી દેશોનાં લોકોને ઈમિગ્રેશન ચેક (સરહદ તપાસ) વગર પ્રવેશવા દે? જવાબ છે ‘ના’. દરેક દેશ એવું માને છે કે મજબૂત સરહદો જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. પરંતુ, કમનસીબે ભારતમાં છેલ્લાં 70 વર્ષથી સ્થાનિક ચૂંટણી રાજકારણની મજબૂરીઓને કારણે ગેરકાયદે સ્થળાંતરનો માર્ગ ખુલ્લો રહ્યો છે. આનાથી ભારતની સુરક્ષા, વસ્તીવિષયક સંતુલન (ડેમોગ્રાફી) અને ગરીબ ભારતીય મજૂરોની આજીવિકા પર માઠી અસર પડી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. પ્રથમ, પશ્ચિમ બંગાળમાં ભાજપની અભૂતપૂર્વ જીત, જે બાંગ્લા દેશથી થતાં ગેરકાયદે સ્થળાંતરથી ભારે પ્રભાવિત રહ્યું છે. બીજું, સર્વોચ્ચ અદાલતે પોતાના એક ઐતિહાસિક ચુકાદામાં ચૂંટણી પંચના મતદારયાદી સુધારણા માટે ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) કરવાના નિર્ણયને બંધારણીય રીતે માન્ય રાખ્યો છે.
આ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યાં હતાં અને અહીં નાગરિકોની જેમ આરામથી રહેતાં હતાં. તેમનામાંનાં કેટલાંક દાયકાઓથી અહીં રહ્યાં છે, આજીવિકા કમાઈ રહ્યાં છે અને ઘણા કિસ્સાઓમાં નકલી દસ્તાવેજો બનાવીને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ મેળવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં અગાઉની સરકારોની જાણી જોઈને કરવામાં આવેલી ઉપેક્ષાને કારણે સ્થાયી થયાં અને ફાલ્યાં-ફૂલ્યાં. કારણ કે, તે સરકારોને તેમનામાં એક વોટ બેંક દેખાતી હતી.
જો કે, 2026ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય સત્તામાં લાંબા સમયથી પ્રતીક્ષિત પરિવર્તન આવતાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ ‘રિવર્સ માઇગ્રેશન’ (સામે પક્ષે પરત ફરવું)નો સ્કેલ અભૂતપૂર્વ છે. આ નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યના અધિકારીઓને બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ તાત્કાલિક દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવાના અપાયેલા નિર્દેશનું સીધું પરિણામ છે.
અગાઉ આવાં દૃશ્યો રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ (ઈસીઆઈ) દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) પ્રક્રિયા દરમિયાન જોવા મળ્યાં હતાં. એસઆઈઆર દરમિયાન, ચૂંટણી પંચે નકલી અને અમાન્ય મતદારોને દૂર કરીને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે રાજ્યની મતદારયાદીમાં સુધારો કર્યો હતો. આના કારણે ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાંઓ, જેઓ અહીં દસ્તાવેજો વિના અથવા નકલી દસ્તાવેજો સાથે રહેતાં હતાં, તેઓ પોતાના વતન ભાગવા લાગ્યાં હતાં.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના તરત જ બાદ ભાજપને પ્રચંડ વિજય અપાવનાર અધિકારીએ ગેરકાયદે સ્થળાંતર પર સખત સકંજો કસ્યો, જે દાયકાઓથી રાજ્ય માટે પીડાદાયક સમસ્યા બનેલી હતી. મુખ્યમંત્રી તરીકે લીધેલા પોતાના પ્રથમ નિર્ણયોમાંના એકમાં, અધિકારીએ ગેરકાયદે સ્થળાંતરના આ લાંબા સમયથી ચાલતા દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ’ (શોધો, નામ હટાવો અને દેશનિકાલ કરો)ની નીતિની જાહેરાત કરી. અધિકારીના નિર્દેશ મુજબ, આ સપ્તાહે જિલ્લા સત્તાવાળાઓ દ્વારા દેશનિકાલ પહેલાં ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓ માટે ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ (અસ્થાયી કેન્દ્રો) શરૂ કરીને આ નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
ગેરકાયદે સ્થળાંતર સામે પોતાની સરકારની ‘ઝીરો-ટોલરન્સ’ ( બિલકુલ સાંખી ન લેવાની) નીતિનો પુનરોચ્ચાર કરતાં અધિકારીએ પશ્ચિમ બંગાળમાં રહેતાં ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓને શક્ય તેટલી વહેલી તકે છોડીને ચાલ્યા જવા કહ્યું છે અને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી રાજ્યમાં ગેરકાયદે સ્થળાંતર કોમી તણાવ, સંસાધનોની ફાળવણીની ચર્ચાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચાઓ સાથે જોડાયેલું રહ્યું છે અને ચૂંટણી રાજકારણમાં પણ એક પ્રભાવશાળી પરિબળ રહ્યું છે.
સાચું કહું તો, આ સમસ્યા માત્ર પશ્ચિમ બંગાળ પૂરતી સીમિત નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણી સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્ક, પશુ તસ્કરી, ગુનાહિત સિન્ડિકેટ્સ અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળમાં બેરોકટોક ગેરકાયદે સ્થળાંતરે સરહદી જિલ્લાઓમાં વસતીવિષયક ચિત્ર બદલી નાખ્યું છે, જાહેર આંતરમાળખા પર ભાર વધાર્યો છે અને આંતરિક સુરક્ષાને નબળી પાડી છે.
જો કે, અગાઉની મમતા બેનરજી સરકારની રાજકીય ઇચ્છાશક્તિના અભાવે રાજ્યની એજન્સીઓ આ સમસ્યાનો અસરકારક સામનો કરી શકી ન હતી. જેમ જેમ બંગાળ સરકારની ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓને શોધવાની અને દેશનિકાલ કરવાની નીતિ વેગ પકડી રહી છે તેમ તેમ બે મુખ્ય પ્રશ્નો વારંવાર સામે આવે છે. ભારતમાં ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓ પાસે કયા અધિકારો છે? અને રાજ્ય અથવા કેન્દ્ર સરકારે કાયદાનો અમલ કેવી રીતે કરવો જોઈએ જે મક્કમ હોવાની સાથે ન્યાયી અને માનવીય પણ હોય?
ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 સ્થળાંતર કરનારાંઓ અને મુલાકાતીઓ પ્રત્યે દેશની નીતિને કાયદાકીય સ્વરૂપ આપે છે. તે સ્પષ્ટપણે એક એવી કાયદાકીય વ્યવસ્થા સ્થાપિત કરે છે કે જેના હેઠળ કાયદાનું ઉલ્લંઘન કરનારાં આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવાનું રહે છે. ભૂતકાળમાં અદાલતોએ ચુકાદો આપ્યો છે કે, ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓ પાસે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ માત્ર જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. આ ઉપરાંત, ડિસેમ્બર 2025માં ભારતીય સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, યોગ્ય દસ્તાવેજો વિનાના સ્થળાંતર કરનારાંઓ ભારતીય નાગરિકોને મળતા અન્ય કોઈ અધિકારો માટે પાત્ર નથી.
તે દર્શાવે છે કે અધિકારી કાયદાકીય રીતે સાચા છે: સરકાર તેમને હોલ્ડિંગ સેન્ટરોમાં રાખતાં પહેલાં અથવા દેશનિકાલ કરતાં પહેલાં કોર્ટમાં લઈ જવા માટે બંધાયેલી નથી.પરંતુ સાવચેતીની પણ જરૂર છે. આવા સંવેદનશીલ મુદ્દા માટે વહીવટી દેખરેખની સાથે ન્યાયિક દેખરેખ પણ ઇચ્છનીય છે. આવી સંસ્થાકીય દેખરેખ સાથે જે બાબત હોવી જોઈએ તે છે – દેશનિકાલ કરવામાં આવી રહેલાં ગેરકાયદે સ્થળાંતર કરનારાંઓ પ્રત્યે માનવીય અભિગમ. તેમની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ અને તેમના બંધારણીય સંરક્ષણનું ઉલ્લંઘન ન થાય તે માટે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
ગેરકાયદે સ્થળાંતર માત્ર ભારત પૂરતું સીમિત નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે જે આર્થિક, સામાજિક અને આબોહવા સંબંધિત પડકારોને કારણે વધુ વણસી શકે છે. આ સમસ્યાના કોઈ સરળ જવાબો નથી, પરંતુ મોટા ભાગની લોકશાહીઓ જેમને દેશનિકાલ કરવાની યોજના ધરાવે છે તેમને પોતાનો બચાવ કરવાની તક આપે છે. અમેરિકા કે યુરોપમાં આ અધિકાર ચેક અને બેલેન્સ (નિયંત્રણ અને સંતુલન) સુનિશ્ચિત કરે છે, પછી ભલે તે સમયનો રાજકીય માહોલ ગમે તે હોય. ભારતે તપાસવું જોઈએ કે તેનો અભિગમ સમયની કસોટી પર ખરો ઊતરી શકે તેમ છે કે નહીં. ન્યાય થવો જોઈએ અને તે થતો દેખાવો પણ જોઈએ. તે જ પશ્ચિમ બંગાળ સરકારની નીતિને કાયમી અને સફળ બનાવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.