Madhya Gujarat

હાલોલની હોટલે વિશ્વામિત્રીમાં ગંદુ પાણી છોડતા મામલતદારને આવેદન

ગોધરા: હાલોલ વિસ્તારની પ્રતિષ્ઠિત હોટલ સર્વોત્તમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું અને ગટરનું પાણી છોડતા હોવાને લઇને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપત્ર કરવામાં આવ્યુ હતું.આ સામે તપાસ કરીને  કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ ઉઠી હતી.પવિત્ર યાત્રાધામ પાવાગઢ માંથી નીકળતી વિશ્વામિત્રી નદી જેનું વર્ણન પુરાણોમાં પણ થયેલું છે.. સામાજિક આસ્થા પણ તેની સાથે જોડાયેલી છે .પાવાગઢ થી શરૂ થઈ વિશ્વામિત્રી નદી ઘણા વિસ્તારોને પીવાનું અને ખેતીલાયક પાણી પહોંચાડે છે..ઘણા ઢોરઢાંખર પણ આ નદીનું પાણી પીવે છે..

આ નદીમાં હાલોલ-વડોદરા ટોલ રોડની મધ્યમાં બાસ્કા પાસે આવેલ પ્રતિષ્ઠિત હોટલ સર્વોત્તમ દ્વારા  પ્રદૂષિત કરવામાં આવતુ હોવાને લઈને આ વિસ્તારના સ્થાનિકો દ્વારા જાણ કોંગ્રેસ ને કરવામા આવી હતી. કોંગ્રેસ દ્વારા સ્થળ ઉપર મુલાકાત લેવામા આવ્યા બાદ  હોટલની પાછળથી પાઈપ લાઈન દ્વારા વિશ્વામિત્રીમાં ગંદુ પાણી છોડવામાં આવતુ હોવાનું લાગતા આ હોટલ સામે કાર્યવાહી થાય તે જરૂરી લાગ્યુ હતુ.પાઈપલાઈનમાંથી પડતું ગંદુ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.. અને જે પાઈપલાઈન કરવામાં આવી છે,.

Most Popular

To Top