Dakshin Gujarat

દેલાડ : તું અમારી બાજુ કચરો નાખે છે કહીને આધેડ મહિલાને માર મરાયો

દેલાડ: (Delad) ઓલપાડના (olpad) ટૂંડા ગામ માં કચરો (Garbage) નાખવાની બાબતમાં જેઠાણી અને તેના પુત્ર તથા પુત્રવધુ એ આધેડ વયની વિધવા મહિલાને માર મારતા આધેડ મહિલાએ ત્રણેય વિરુદ્ધ ઓલપાડ પોલીસ (Police) સ્ટેશનમા ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સ્વ્ચ્છતા બાબતે બે કાળજી રાખતા માર મરાયા હોવાના કિસ્સામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રોને ગતિમાન કરી દીધા હતા.

આંગણા માં નાખેલા કચરા બાબતે બોલાચાલી
વિગત મુજબ ઓલપાડના ટુંડા ગામના મોટું ફળિયામાં રહેતા ભાવનાબેન ધનસુખભાઈ પટેલ (ઉંમર વર્ષ 45) છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. સવારે દશ કલાકે ભાવનાબેન મજુરી કામ કરી ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમના જેઠના દીકરા રાજેશભાઈ તથા તેમની પત્ની હેમાક્ષીબેને ભાવનાબેનના ઘરે જઈ આંગણા માં નાખેલા કચરા બાબતે બોલાચાલી કરતા ભાવનાબેને પોતાના આંગણામાંનો કચરો સાફ કરી દઈશ કહી ભાવનાબેન ફરી 4:00 વાગે મંજૂરી કામે ચાલ્યા ગયા હતા.
સાંજના સાતેક વાગ્યે ભાવનાબેન કામ પટાવી ઘરે પરત આવ્યા હતાં.ત્યારે રાજેશભાઈ,હેમાક્ષીબેન તથા તેમના જેઠાણી ભાનુબેન આ ત્રણેય ભાવનાના ઘરે જઈ તું કચરો કેમ અમારી બાજુ નાખે છે?

મહિલા ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ભાવનાબેનને ઢીકમુકકી નો માર મરવા લાગેલા અને રાજેશ તેના ઘરેથી સપાટો લાવી ભાવનાબેન ના માથામાં મારી દેતાં ભાવનાબેન લોહી લુહાણ થઈ ગયા હતા ત્યારબાદ મહિલા ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જયા ભાવનાબેને 24/9/2022 ના રોજ રાજેશભાઈ રમણભાઈ પટેલ,હેમાંક્ષી રાજેશભાઈ પટેલ તથા જેઠાણી ભાનુબેન રમણભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
રિપોર્ટ-જયેશ પટેલ સાયણ.

Most Popular

To Top