Dakshin Gujarat

અંકલેશ્વર-ભરૂચ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર હાઇવે (Highway) પર સતત બીજા દિવસે પણ ટ્રાફિક (Traffic) જામની પરિસ્થિતિ સર્જાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ભરુચથી સુરતને (Bharuch To Surat) જોડતા ટ્રેક પર વાહનોની લાંબી કતારો લાગી હતી જેને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

  • અંકલેશ્વર- ભરૂચ હાઇવે પર સતત બીજા દિવસે સર્જાયો ભારે ટ્રાફિક જામ
  • ટ્રાફિક જામના લાંબી મુસાફરીએ નીકળનાર તમામને ભારે હાલાકી સહેવી પડી

અંકલેશ્વર ભરુચ નેશનલ હાઇવે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ રહે છે. પહેલા બિસ્માર સરદાર બ્રિજને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જે બાદ કરોડાના ખર્ચે નવો કેબલ બ્રિજ બનાવ્યા બાદ આંશિક રીતે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો થયો હતો. પરંતુ હાલ ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે હાઇવે બિસ્માર થતાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જવાથી ફરી ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર પાસે ભરુચ-સુરત ટ્રેક પર આજરોજ ટ્રાફિકજામની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન ચાલકોએ કલાકો સુધી ભારે ટ્રાફિકજામમાં ફસાઈ જવાને કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદને પગલે થોડા સમયમાં જ અંકલેશ્વર ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી જેને લઇને વાહનચાલકોથી માંડી ટ્રાફિક પોલીસ સ્ટાફને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

પલસાણામાં આઠ ઈંચ વરસાદ પડતા હાઇવે ઉપર પાણી ભરાયા
છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાત સહીત પલસાણા પંથકમાં ધોધમાર વરસાદને કારણે બલેશ્વરથી પલસાણા જતો માર્ગ બંધ થઇ ગયો હતો. તેમજ નેશનલ હાઇવે ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અંત્રોલી-લાડવીની ખાડી ૫૨ આવેલ બ્રીજ પણ પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યો હતો. પલસાણા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમા૨ વરસાદ પડતા તાલુકાની ખાડીમાં પણ ઘોડા પુર જોવા મળ્યુ હતુ. પલસાણાથી બલેશ્વ૨ તરફ જતા મુખ્ય માર્ગ ૫૨ બત્રીસગંગા ખાડીમાં પણ પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અને પલસાણા બલેશ્વર માર્ગ બંધ થઇ જવા પામ્યો હતો. તેમજ નેશનલ હાઇવે ૪૮ ઉપર પણ પાણી ભરાઇ જતા ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. જેને લઇ વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અને બલેશ્વર થી ચલથાણ સુધી હાઇવે ઉપર પણ ટ્રાફિક જામ રહેતા વાહાન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top