Dakshin Gujarat

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાઈ ઈશ્વર વિરુદ્ધ ભાઈ વિજયનો જંગ

ભરૂચ: ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કેટલાક રાજકીય પરિવારો માટે પણ ડખો લાવનારી બની છે. 2002 થી અવિરત જીતતા આવેલા ભાજપના (BJP) વર્તમાન ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સામે તેમના સગા મોટા ભાઈ વિજયસિંહ પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવી ચૂંટણીને રોચક બનાવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ યુવા ઉમેદવાર અંકુર પટેલને ટીકીટ આપી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર પણ અહીં મહત્વનો રોલ ભજવી શકે છે. ભિન્ન વિચારધારાના બે ભાઈઓ વચ્ચેની આ ચૂંટણીને લઈ મતદારોને કોઈ ખાસ આશ્ચર્ય થયું નથી. અગાઉ ઇશ્વરસિંહ તેમના કાકા રતનજી સામે ચૂંટણી જીતી ગયા હતાં. અંકલેશ્વર બેઠકની ખાસિયત એ છે કે, છેલ્લા ૩૩ વર્ષથી હાંસોટ તાલુકાના “કુડાદરા” ગામની વ્યક્તિ જ ધારાસભ્ય બનતી આવી છે.

154 અંકલેશ્વર ૧૫૪ વિધાનસભા બેઠક છે. વર્ષ ૨૦૨૨ પ્રમાણે આ મતવિસ્તારમાં કુલ 250285 મતદારો છે, છેલ્લા 32 વર્ષથી અંકલેશ્વર વિધાનસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો ચોથી વાર વિજય થયો હતો.

અંકલેશ્વર બેઠકની વિશેષ ખાસિયત
અંકલેશ્વર રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વરથી જોડાયેલા છે. અહીંથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે. અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં ONGC નું મોટું રોકાણ છે. અંકલેશ્વરમાં અંદાજે 1500 થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.

કુડાદરા ગામનાં એક જ પરિવારના પિતા,પુત્ર અને પિતરાઈ કાકા ધારાસભ્ય રહ્યાં
1975 માં સહકારી આગેવાન ઠાકોરભાઈ પટેલ ધારાસભ્યપદે પહેલા ચુંટાયા હતા.ત્યારબાદ ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલ ફરીવાર ભાજપમાં જોડાઈને 1990 માં ધારાસભ્ય બન્યા હતાં.અંકલેશ્વર બેઠક પર તેમના પિતરાઈ ભાઈ રતનજીભાઈ બાલુભાઈ પટેલ 1995માં ધારાસભ્ય રહ્યા.વર્ષ 2002 થી સ્વ:ઠાકોરભાઈ પટેલના દીકરા ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને નાની ઉંમરે સતત ચાર ટર્મ માટે 20 વર્ષ સુધી ધારાસભ્ય પદે રહ્યા છે. ફરી 2022ની ચૂંટણીમાં કુડાદરાના BJPના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટાભાઈ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાંથી ચુંટણી લડી રહ્યાં છે.

અંકલેશ્વર બેઠક પર 1962થી વિજેતા ઉમેદવારો

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ

  • 2017 ઈશ્વર પટેલ BJP
  • 2012 ઈશ્વર પટેલ BJP
  • 2007 ઈશ્વર પટેલ BJP
  • 2002 ઈશ્વર પટેલ BJP
  • 1998 પટેલ જયંતિભાઈ BJP
  • 1995 પટેલ રતનજીભાઈ BJP
  • 1990 પટેલ ઠાકોરભાઈ BJP
  • 1985 પટેલ નરોત્તમભાઈ INC
  • 1980 પટેલ નટુભાઈ INC
  • 1975 પટેલ ઠાકોરભાઈ NCO
  • 1972 મહીડા હરિસિંહ INC
  • 1967 એ એ પટેલ INC
  • 1962 જોશી કનૈયાલાલ INC

છેલ્લી ચાર ચૂંટણીના પરિણામો
વર્ષ-૨૦૦૨

ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ(બીજેપી)-૮૪૩૪૧ મત
પટેલ રતનજીભાઈ બાલુભાઈ(કોંગ્રેસ)-૪૮૫૦૬ મત

વર્ષ-૨૦૦૭
ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ(બીજેપી)-૮૨૦૩૭ મત
પટેલ કરશનભાઈ ગુમાનભાઈ(કોંગ્રેસ)-૫૬૨૩૯ મત

વર્ષ-૨૦૧૨
ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ(બીજેપી)-૮૨૬૪૫ મત
મગનભાઈ બાલુભાઈ પટેલ(કોંગ્રેસ)-૫૧૨૦૨ મત

વર્ષ-૨૦૧૭
ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ(બીજેપી)-૯૯૦૫૦ મત
અનિલકુમાર છીતુભાઈ ભગત(કોંગ્રેસ)-૫૨૧૩૮ મત

ઈશ્વરસિંહ પટેલ (ભાજપ): 57વર્ષીય ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વરના સતત ચાર ટર્મ ધારાસભ્ય છે. બી.એ.એલ.એલ.બીનો અભ્યાસ ધરાવે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે અને વિજય રૂપાણીના કાર્યકાળમાં તેઓ મંત્રી રહી ચૂક્યાં હતાં. રૂપાણી સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યાં છે. હાંસોટ સ્થિત પંડવાઈ વિભાગ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં લગભગ બે દાયકાથી ચેરમેનપદે રહ્યા છે.તેમજ સમગ્ર ગુજરાત રાજ્યખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ પદે તેઓ કાર્યરત છે.

વિજયસિંહ પટેલ (કોંગ્રેસ): ૬૨ વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ ઠાકોરભાઈ પટેલે બીએએલડીસીનો અભ્યાસ કર્યો છે.વ્યવસાયે ખેતી અને નાગરિક બેંક હાંસોટમાં મેનેજર પદે કાર્યરત છે.તેઓની જન માનસમાં તેમના પિતાના જેમ સીધીને સ્પષ્ટ વક્તાની છાપ છે.ભૂતકાળમાં તેઓ APMC હાંસોટના ચેરમેન રહી ચુક્યા હતા.વિચારોના મતભેદને લઈને આ વખતે અંકલેશ્વર બેઠકમાં પહેલી વખત હાંસોટના કોંગ્રેસના ઉમેદવાર થયા છે.

આપના ઉમેદવાર અંકુર પટેલ: અંકલેશ્વર વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ૩૨ વર્ષીય અંકુરભાઇ લક્ષ્મણભાઈ પટેલે ઉમેદવારી કરી છે.તેઓ ડીપ્લોમા ઇન મિકેનિકલ એન્જીનીયર તરીકે અભ્યાસ કર્યો છે.તેઓ વ્યવસાયે પેટ્રોલપંપના માલિક અને બિઝનેસમેન છે.તેઓ કોળી પટેલ કોમ્યુનીટીના હોવાથી સપ્ટેમ્બર-2021માં આપમાં જોડાઈને અંકલેશ્વર તાલુકા પ્રમુખ બન્યા હતા.ત્યારબાદ જુલાઈ-22માં અંકલેશ્વર વિધાનસભા સંગઠન મંત્રી બન્યા હતાં. અત્યારે અંકલેશ્વર બેઠકના આપના ઉમેદવાર છે.

અંકલેશ્વર વિધાનસભા બેઠકના પ્રશ્નો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનો ભલે વિકાસ થયો હોય પણ અહીં સમસ્યાઓની પણ ભરમાર છે.રોજગારી,વરસાદી પાણીનો ભરાવો, વિજળીના પ્રશ્નો,એસટી બસની અનિયમિતતાઓ,જમીન સંપાદનના પ્રશ્નો,ઉચચ અને મેડિકલ શિક્ષણ માટે સુરત અને વડોદરા પાર નિર્ભર રહેવું પડે છે.સૌથી મોટી સમસ્યા પ્રદુષણની છે. અંકલેશ્વર જળ પ્રદુષણ ઉદ્દભવતી હોય છે.આમલાખડીમાં એફ્લુઅન્ટમાંથી ઓવરફલો થયેલ પ્રદુષિત પાણી ભળી જતું હોય છે.જેને કારણે અંકલેશ્વર સહીત આજુબાજુના જોડાયેલા ગામડાઓ રસાયણયુક્ત પાણીથી જળચરો ઉપર ખાતરો વધી રહ્યો છે.પ્રવાહી રસાયણિક કચરાનો નિકાલ માટે વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી વ્યવસ્થા ઉપલબ્ધ હોવા છતાં પણ પ્રશ્નો ઠેરના ઠેર છે.GPCBને વારંવાર રજુઆતો છે પણ પરિણામ મળતું નથી.પાણીમાં રંગીન,રસાયણોથી દુર્ગંધવાળું હોવાથી પર્યાવરણને માઠી અસર પહોચે છે.

૧૫૪ અંકલેશ્વર વિધાનસભા બેઠક જ્ઞાતિ વર્ગીકરણ

જ્ઞાતિ અને મતદારો

  • કોળી પટેલ -૪૧૫૨૪
  • આદિવાસી -૫૧૦૦૩
  • બક્ષીપંચ -૨૧૯૮૩
  • હરીજન -૧૦૩૧૨
  • રાજપૂત -૫૬૭૫
  • પાટીદાર પટેલ -૪૫૩૦
  • બ્રાહ્મણ -૩૭૮૩
  • મુસ્લિમ -૪૪૦૫૧
  • હિન્દીભાષી -૨૨૫૯૪
  • અન્ય – ૪૪૮૩૦
  • કુલ – ૨૫૦૨૮૫

Most Popular

To Top