SURAT

ગુસ્સામાં સગી માતાએ જમીન પર પછાડી પછાડીને 5 વર્ષની દીકરીને મારી નાંખી, સુરતની ઘટના

સુરત: સુરતમાં ગુરુવારે પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીના રેપ અને મર્ડરની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, આ બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીનો રેપ થયો નથી, પરંતુ તેની હત્યા ક્રુર રીતે જમીન પર પછાડી પછાડીને કરવામાં આવી છે અને તે પણ બીજા કોઈ નહીં તેની સગી માતાએ જ આ કૃત્ય કર્યું છે.

ચોકબજાર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ફટાકડાવાડીમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીની ગુરુવારે સાંજે મોત બાદ હત્યા અને રેપની શક્યતાઓને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાળકીના શરીર અને ગુપ્ત ભાગે થયેલી ઈજાઓને આધારે શરૂઆતમાં પોલીસ તેમજ નવી સિવિલ હોસ્પિટલના ડોકટરો પણ હત્યાની સાથે બાળકી સાથે રેપ થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરતા હતા.

જોકે બાળકીના મૃતદેહનો પીએમ થયા બાદ તેમજ પોલીસ દ્વારા કરાયેલી તપાસ પછી ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકી સાથે રેપ થયો નથી પરંતુ તેની માતાએ જ ગુસ્સામાં આવીને માસુમને જમીન ઉપર પછાડીને મારી નાખી હતી. પોલીસે બાળકીની માતાની અટક કરી લીધી છે.

આ કેસની વિગત એવી છે કે ફટાકડાવાડી ખાતે રહેતી બિલ્કીશબાનુ ગની શેખની 5 વર્ષીય દિવ્યાંગ પુત્રીના મોતનની ઘટનામાં પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઓસુરાએ જણાવ્યું હતું કે બાળકીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ થઇ ગયું છે. પોસ્ટ માર્ટમ અને તપાસ પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે બાળકીની હત્યા થઇ છે. જોકે તેની સાથે રેપ જેવી કોઈ ઘટના બની નથી. હત્યા પણ તેની માતા બિલકિસબાનુએ જ કરી છે.

બિલકિસબનું બહુ જ ગુસ્સાવાળી છે. જયારે બાળકી દિવ્યાંગ હતી. બાળકીની સતત સારસંભાળ રાખવી પડતી હતી. ગત રોજ બાળકી બહુ જ રડી રહી હતી. ત્યારે માતા બિલકિસબાનુને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેનીએ પોતાની માસુમ બાળકીને પહેલા ઘરની બહાર ઓટલા ઉપર પછાડી દીધી હતી. ત્યાર બાદ ઘરમાં લઈ જઇ ફરીથી પછાડી હતી જેને કારણે બાળકીની પાંસળી તૂટી ગઈ હતી અને પેટમાં અને શરીરે ગંભીરે ઈજાઓ થવાને લીધે તેનું મોત થઇ ગયું હતું.

બિલકિસ બાનું પહેલા સાસરીમાં જ રહેતી હતી. જોકે અઠવાડિયાથી અલગ રહેવા લાગી હતી. બાળકી દિવ્યાંગ હોવાથી તેનું સતત ધ્યાન ખ્યાલ રાખવાની જરૂર પડતી હતી. જેને લીધે તેની માતા બિલકિસ ગુસ્સે થતી જતી હતી અને અગાઉ પણ બે ત્રણ વાર બાળકીને મારેલી હતી. હાલમાં માતા બિલ્કીશની અટક કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

પોલીસ ઇન્સ્પેકટર એમબી ઓસરાએ જણાવ્યું હતું કે બાળકીને ખેંચની તકલીફની વાત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. શરૂઆતમાં તેના શરીર પર અને ગુપ્ત ભાગે જે પ્રકારની ઈજાઓ હતી તેને જોઈને ડોક્ટરો પણ રેપની આશંકા વ્યક્ત કરી હતી. જોકે બાળકીના મૃતદેહનો પીએમ થયા બાદ તેમજ પોલીસ તપાસ દરમિયાન બાળકીની હત્યા થયાનું સ્પષ્ટ થઇ ગયું છે. બીજી વાત એ છે કે બાળકીને ગુપ્ત ભાગે ફંગસ હતું. જેની સારવાર પણ ચાલતી હતી અને માતા દ્વારા અવાર નવાર ફંગસ પર પાવડર પણ નાખવામાં આવતું હતું. જેને જોઈને રેપની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top