Gujarat

આણંદ જિલ્લામાં 564 મનો દિવ્યાંગ વ્યક્તિઓને 31.90 લાખ સહાય અપાઇ

ગાંધીનગર: વિધાનસભામાં આણંદ (Anand) જિલ્લામાં મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૬૪ લાભાર્થીઓને રૂા.૩૧.૯૦ લાખની સહાય ચૂકવાઇ છે.

આણંદ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૭૦ અરજીઓ મળી હતી. એ પૈકીની ૬ અરજીઓમાં પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોવાને કારણે નામંજૂર કરાઇ છે. આ યોજના અંતર્ગત આણંદ તાલુકામાં ૧૭૭ અરજીઓ, ઉમરેઠ તાલુકામાં ૬૩, ખંભાતમાં ૯૩, તારાપુરમાં ૦૯, પેટલાદમાં ૯૪, અંકલાવમાં ૩૧, બોરસદમાં ૮૯, સોજીત્રા તાલુકામાં ૧૪ મળી કુલ ૫૭૦ અરજીઓ મળી હતી. જે પૈકી ૫૬૪ મનો દિવ્યાંગ વ્યક્તિઓને સહાય ચૂકવવામાં આવી છે. તેમજ મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં ૧૦૭૧ અરજીઓ મળી હતી જે તમામ મંજૂર કરવામાં આવી છે અને તે માટે કુલ રૂ. ૬૬.૯૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

Most Popular

To Top