Top News

અહો આશ્ચર્યમઃ આવું પ્રથમ વખત બન્યું કે અમેરિકામાં ગોરાઓની વસ્તી ઘટી રહી છે

વૉશિંગ્ટન : અમેરિકા (America) વધુ વૈવિધ્યપૂર્ણ બન્યું છે અને છેલ્લા એક દાયકા (Decade) કરતા વધુ સમયમાં તેનું શહેરીકરણ (Urbanization) વધારે થયું છે અને નોંધાયેલા રેકર્ડ (Record) પર પ્રથમ વખત બિન-હિસ્પાનિક શ્વેત લોકોની વસ્તી ઘટી છે એમ વસ્તી ગણતરી બ્યુરો (Population counting bureau)ના અહેવાલે આજે જણાવ્યું હતું જ્યારે તેણે અમેરિકાની વસ્તીના આંકડાનો ખજાનો રજૂ કર્યો હતો જેના આધારે અમેરિકાનો રાજકીય નકશો ફરીથી દોરાશે.

નવા આંકડાઓ એ દર્શાવે છે કે ૨૦૧૦થી દેશ કઇ રીતે બદલાયો છે અને તેમને એ બાબતની ખાતરી છે કે આનાથી પ્રતિનિધિત્વની લડાઇમાં ગહન રાષ્ટ્રીય મતભેદોના સમયે સંઘર્ષ વધુ તીવ્ર બનશે. આ આંકડાઓ ૨૦૨૨ની ચૂંટણીમાં સંસદ પર કાબૂ માટેના આંકડાઓ નક્કી કરવામાં મદદ કરશે અને આગામી વર્ષોમાં રાજકીય પ્રભાવ નક્કી કરવામાં મદદરૂપ બનશે. આ આંકડાઓ અમેરિકાનો ૧.પ ટ્રિલિયન ડોલરનો ફેડરલ ખર્ચ કઇ રીતે વહેંચવો તે પણ નક્કી કરશે.

અમેરિકામાં ગોરાઓની વસ્તી ૨૦૧૦માં ૬૩.૭ ટકા હતી તે ૨૦૨૦માં ઘટીને પ૭.૮ ટકા થઇ ગઇ છે, જે અત્યાર સુધીના રેકર્ડ પરની નોંધાયેલી સૌથી નીચી વસ્તી છે, આનું કારણ હિસ્પાનિક અને એશિયન મહિલાઓની સરખામણીમાં શ્વેત મહિલાઓ દ્વારા બાળકોને અપાતા જન્મના દરમાં ઘટાડો માનવામાં આવે છે. ૨૦૧૦માં નોન હિસ્પાનિક શ્વેત વસ્તી ૧૯૬ મિલિયન હતી તે હવે ઘટીને ૧૯૧ મિલિયન જેટલી થઇ ગઇ છે. જો કે અમેરિકામાં હજી પણ શ્વેત વસ્તી જ સૌથી મોટું વંશીય જૂથ છે, જો કે તે બાબત કેલિફોર્નિયામાં બદલાઇ છે, જયારે હિસ્પાનિક જૂથ એ બીજા ક્રમનું મોટું વંશીય જૂથ બન્યું છે જેની વસ્તી ૩૭.૬ ટકા પરથી વધીને ૩૯.૪ ટકા થઇ છે. કેલિફોર્નિયા, હવાઇ અને ન્યૂ મેક્સિકોમાં ગોરાઓની વસ્તી હવે બહુમતિમાં રહી નથી.

અમેરિકામાં અશ્વેત(આફ્રિકન મૂળના), એશિયન, ભારતીય મૂળના, હવાઇયન વગેરે મળીને જે જૂથ સર્જાય છે તેની વસ્તી વધીને ૪૯.૯ મિલિયન થઇ ગઇ છે જે ૨૦૧૦માં ૪૬.૯ મિલિયન હતી. એશિયનોની વસ્તી વધીને ૨૪ મિલિયન થઇ ગઇ છે.

Most Popular

To Top