Gujarat Main

૭૫માં સ્વતંત્રતા પર્વની રાજ્ય ક્ક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે

રાષ્ટ્રના ૭૫માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમાં સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે તા.૧૪ અને તા.૧૫ ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

તા.૧૪મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રબુધ્ધ નાગરિકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘તારા નામે ઓ સ્વતંત્રતા’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે.

તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વતંત્રતા દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજ્યના પ્રજાજનોને સંબોધન કરી શુભકામના પાઠવશે. આ ઉપરાંત ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમ યોજાશે.

Most Popular

To Top