Vadodara

દશપિંડ માટે નાની નહીં પણ મોટી જગ્યા આપીશું : તંત્ર

વડોદરા : શહેરમાં કેટલાક દિવસથી ખાસવાડી સ્મશાનને લઈને મરાઠી સમાજના લોકોમાં રોષ છે. બુધવારે સ્મશાનના ડેવલપમેન્ટ મુદ્દે મહારાષ્ટ્ર સમાજનું વિધિ સ્થળ અન્યત્ર ખસેડવાનો વિવાદ વધુ વકરતા સર્વે અંગેની ટીમ સ્થળ પર પહોંચતા મરાઠી સમાજના લોકો અને ભાજપના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવતા સાંસદ મેયર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. મરાઠી સમાજની લોકોને લાગણી ન દુભાય તે માટે મહારાજ અને સમાજના અગ્રણી જોડે વાર્તાલાપ કર્યો હતો.
મરાઠી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આર્કિટેક નુતન દેસાઈ ખાસવાડી સ્મશાને જઈને મહારાજને જણાવ્યું હતું કે આ જગ્યા ખાલી કરી નાખજો અમારે રીનોવેટ કરવાનું છે.

જેથી મહારાજે મરાઠી સમાજના અગ્રણીઓને વાત કરતા અગ્રણી પાલિકાની વડી કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું અને ભાજપના જ કેટલાક કોર્પોરેટર દ્વારા ગઈકાલની સામાન્ય સભામાં ખાસવાડી સ્મશાનને લઈને પણ વિવાદ થયો હતો. કેટલાક દિવસથી ખાસવાડી સ્મશાનના ડેવલોપમેન્ટ મુદ્દે મરાઠી સમાજમાં નારાજગી હતી. કારણ કે અત્યારે દશપિંડની વિધિ માટેની હાલ જે જગ્યા છે તે નાની પડી રહી છે. અમુકવાર ત્યાં અંતિમક્રિયા વખતે દશપિંડની ક્રિયા કરવા વેઇટિંગ કરવું પડે છે. જ્યારે નુતન દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે અમે દશ બાય દશની તમને ઓરડી આપીશું જેથી લઈને મરાઠી સમાજની લાગણીને ઠેસ પહોચતા જ ભાજપના કેટલાક કોર્પોરેટરે સભામાં અને મરાઠી સમજના અગ્રણીઓ દ્વારા પાલિકાના પદાધિકારીઓને જાણ કરતા બુધવારે સ્મશાનમાં સાંસદ મેયર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.

ડેવલોપમેન્ટ બાદ વધુ નાની થશે જેથી સમસ્યા સર્જાશે. આ ઉપરાંત કન્સ્ટ્રકશન સમયે એક વર્ષ માટે સ્મશાન બંધ રખાશે. દશપિંડ વિધિ બાદ કેટલીક વસ્તુ નદીમાં વિસર્જન કરાય છે. જેથી નજીકમાં નદી હોવી પણ જરૂરી છે. બુધવારે સર્વે માટે અધિકારીઓની ટીમ સ્મશાને પહોંચતા મરાઠી સમાજના આગેવાનો સ્થળ પર દોડી જતા વિવાદ વકર્યો હતો. જે અંગેની જાણ થતા સાંસદ, મેયર, ડેપ્યુટી મેયર ,કોર્પોરેટર સહિત મરાઠી સમાજના આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. મરાઠી સમાજના અગ્રણી અને ખાસવાડી સ્મશાનના મહારાજ સાથે ચર્ચા વિચરણા કરીને જણાવ્યું હતું કે અમે આ જગ્યા છે એ જ રહેશે કદાચ આનાથી મોટી જગ્યા આપીશું પણ આનાથી નાની જગ્યા અમે આપીશું નહી તેવું જણાવ્યું હતું.

મહારાષ્ટ્રીયન સમાજની બેઠક બાદ સારી જગ્યા મળે તેવું ડેવલોપમેન્ટ થશે
આર્કિટેક સાથે મહારાષ્ટ્રીયન સમાજની બેઠક બાદ સારી જગ્યા મળે તેવું ડેવલોપમેન્ટ થશે. એક વર્ષ માટે સ્મશાન બંધ રાખવાના નિર્ણય વખતે મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટે નજીકમાં પતરાનો શેડ ઉભો કરી ટેમ્પરરી સુવિધા ઊભી કરી આપીશું. – કેયુર રોકડીયા , મેયર

વિધિ માટે નજીકમાં પતરાનો શેડ ઉભો કરી ટેમ્પરરી સુવિધા ઊભી કરી
ઘણો આનદ થાય છે કે મહારાષ્ટ્રીયન સમાજને દશપિંડની ક્રિયા માટે આજ જગ્યાને રોનોવેશન કરવામાં આવશે. અને અમને સાથે રાખીને જ કામ કરશે અને અમને જોઈતી સુવિધા પ્રમાણે રીનોવેશન કરી આપવાનું જણાવ્યું હતું. વિધિ માટે નજીકમાં પતરાનો શેડ ઉભો કરી ટેમ્પરરી સુવિધા ઊભી કરી હતી.
-વિક્રમ ખેડકીકર, વિધિ કરનાર મહારાજ

Most Popular

To Top