Vadodara

તાંદલજાની સહકારનગર આવાસ યોજનાને આખરે લીલીઝંડી

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખાતે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સાથે મીટીંગ રાખી હતી. સહકાર નગરનું જે ડીમોલેશન થયું હતું ત્યાં આવાસોને બનાવવાની અને કોર્પોરેશન તરફથી લીલી ઝંડી આજે આપી છે. સહકાર નગર તાંદલજાના લાભાર્થીઓ અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપી ધોરણે ઇન સિટુ સલ્મ રિહેબીલીટેશનમાં ભાગરૂપે તાંદલજા સહકાર નગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવા માટે પાલિકા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. પાલિકાએ હાઇકોર્ટના આદેશ અનુસાર ત્રણ પ્લોટ આપ્યા હતા.

જોકે ગુજરાત હાઇકોર્ટનો 2019 માં હુકમ આવી ગયા હોવા છતાં પણ ઇજારદાર અને પાલિકાએ ટેન્ડરની શરતનો ભંગ કર્યો હતો. મહાનગર પાલિકા દ્વારા 2 જુલાઈ 2017 ના રોજ 1428 જેટલા કાચા પાકા ઝુપડાંઓ પાલિકાની દબાણ શાખા ની ટીમેં તોડી પાડ્યા હતા. મૂળ ટેન્ડરમાં શરતભંગ 24 ઓક્ટોબર 2016 ના રોજ પાલિકાએ ઇજારદારે જમીન (LOA) એલોટમેન્ટ લેટર આપ્યો હતો. ઇજારદારને ખબર હતી કે ત્યાં તલાવડી છે છતાં પણ ટેન્ડરની શરતનો ભંગ કરીને ચાર વર્ષથી વધુ સમયથી આવાસ યોજનાની કામગીરી શરૂ કરી ન હતી.

ત્યારબાદ ઈજારદાર અને પાલિકા બંને સુષુપ્ત અવસ્થામાં બેસી રહ્યા હતા. હાઈકોર્ટનો ઓર્ડર પેન્ડિંગ મહત્વ એટલે કામગીરી પેન્ડીંગમાં રાખી હતી પણ જયારે કામગીરી ચાલુ કરવા માટેની સૂચના અને તેની દરખાસ્ત સ્થાયી સમિતિ અને સામાન્ય સભા મૂકવા માટેની જાહેરાત કરી હતી. 23 જૂનના રોજ આ જગ્યા કર્મચારી મિત્ર મંડળને આપવામાં આવી હતી. ત્યારબાદ 4047 ચોરસ મીટર મુક્તિ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ આપવામાં આવી હતી 27 ઓગસ્ટ 2001 ના રોજ સરકાર ના મહેસુલ વિભાગે પરિપત્ર બહાર પાડયો હતો .

તળાવ વોટર બોડીઝ, (પાણી અવવની જગ્યા) આ બધી રેવન્યુ ડેપારમેન્ટ અન્ડર માં જશે.તાંદલજાનીટીપી 22, રે.સ. ન.444 એફપી 234 સહકારનગર ખાતે કુલ 48259 પૈકી 43834 ચો. મીટર પ્રધાનમંત્રી આવાસ યોજના દબાણ પાલિકાને વિનામૂલ્યે મહેસુલ વિભાગના ઠરાવ થી 4200 સો ચોરસ મીટર જમીન વોટર બોડીઝ નવીનીકરણ માટે પાલિકાને દબાણ સહિત વિનામૂલ્યે ચોક્કસ 9 શરતોને આધારે આપવામાં આવે છે. 22 જુલાઈ 2019ના રોજ મામલતદાર પશ્ચિમનો અભિપ્રાય લેવાયો હતો. 3 નવેમ્બર 2019ના રોજ જમીન ફાળવવા બાબતે મામલતદારે પશ્ચિમે જવાબ આપ્યો હતો.

27 નવેમ્બર 2018ના રોજ અભિપ્રાય આપ્યા બાદ કલેકટર કચેરીએ 27 સપ્ટેમ્બર 2016 થી સરકારમાં પાંચ દરખાસ્ત કરી તેમાં 23 ઓગસ્ટ 2019 થી પાંચ દરખાસ્ત મૂકવામાં આવી હતી. ત્યારબાદ 26 માર્ચ 2018 ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ઠરાવ કર્યા બાદ ત્યારબાદ મહેસુલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના તબક્કે વાર ઠરાવ થયા હતા. શહેરી વિભાગ શહેરી ગૃહ મંત્રાલય અને પાલિકાના ફાળવવામાં તત્કાલીન કલેકટર શાલિની અગ્રવાલ 27 નવેમ્બર 2019ના રોજ આપી હતી.

કલેકટર હાજરી હુકમ હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ કર્યા બાદ પાલિકા સવા બે વર્ષ સુધી ઊંઘતી રહી હતી અને ઇજારદાર ક્યુબ કન્સ્ટ્રક્શન એનજી. લી ને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી પણ સંજય અને નગર અને સહકાર નગર ડ્રોપ આઉટ કરવામાં આવ્યું હતું. આ બંને ડ્રોપ આઉટ કર્યા બાદ જ મળે સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના અને સહકાર નગર આવાસ યોજના બનાવવા માટે ઇજારદારને લીલી ઝંડી આપી હતી. આવાસોને બનાવવાની અને કોર્પોરેશન તરફથી લીલી ઝંડી આજે આપતા સહકાર નગરના લાભાર્થીઓદ્વારા આજરોજ રોડ પર ફટાકડા ફોડીને વડોદરા પાલિકાનો આભાર માન્યો હતો. સહકાર નગર તાંદલજાના લાભાર્થીઓ અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગરીબોને ઘર મળે તે હેતુથી પાલિકા કામ કરે છે
છેલ્લા ચાર પાંચ વર્ષથી આ મુદ્દો ચાલતો હતો જેથી તેમાં સંજય નગર હોય કે સહકાર નગર હોય ગરીબોને પોતાનું ઘરો મળે તે માટે પાલિકા હમેશા પ્રયત્ન કરે છે. અને કરતું રહેશે. – કેયુર રોકડીયા , મેયર વડોદરા
ભાજપ – કોંગ્રેસના બંને નેતાઓનો ખૂબ ખૂબ આભાર
ભાજપ – કોંગ્રેસના નેતાઓ દ્વારા વર્ષોથી ગુંચવણ ભર્યો કેસ હતો તે પાલિકા દ્વારા સહકાર નગર આવાસ યોજના બનાવવા માટે ઇજારદારને લીલી ઝંડી આપી હતી તે બદલ તેમનો ખુબ ખુબ આભાર સહકાર નગરજનોએ કર્યો હતો. – અસ્ફાક મલિક, ઉપપ્રમુખ શહેર કોંગ્રેસ કમિટી

Most Popular

To Top