Vadodara

પ્રવેશ પ્રક્રિયામાં ફેકલ્ટી ઓફ સોસીયલવર્કના ડીનની દખલગીરી હોવાના આક્ષેપ

વડોદરા: એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં એમએસડબલ્યુ અને એમએચઆરએમની પ્રવેશ પ્રક્રિયામાં સ્ટાફ કોટામાં ગેરરીતિ ડીન દ્વારા કરવામાં આવી હોવાના સાથે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને સેનેટ મેમ્બર કપિલ જોષી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે હાલમાં MSW અને MHRM ની 01/07/2023 ના રોજ પ્રવેશ પરીક્ષા થઇ હતી જેમાં MSWમાં 693 અને MHRM 770 વિદ્યાર્થીઓ પરીક્ષા ના ફોર્મ ભરેલ હતા.જેનું ફાઈનલ મેરીટલીસ્ટ 12/07/2023 ના રોજ બહાર પડ્યું.એમએસયુમાં સિન્ડિકેટનો ઠરાવ છે કે 1% કે પછી 2 સીટ યુનિવર્સીટીના કર્મચારીઓ ના સંતાનો માટે અનામત રાખવી.રાકેશ શર્મા નામના કર્મચારી યુનિવર્સીટીમાં 1990 થી સેવાઓ આપી રહ્યા છે.

જેમાં એમની દીકરી શીતલ શર્મા જે ભણવામાં ખુબ જ તેજસ્વી હોવા છતાં એને a ઠરાવ નો લાભ ફેકલ્ટી ઓફ સોસીયલ વર્ક ના ડીન પ્રો.ભાવના મહેતા એ ન આપ્યો.રાકેશ શર્મા અને તેમની દીકરી શીતલ શર્મા એ આ ઠરાવના સરેઆમ ભંગ વિષે રજીસ્ટ્રાર શ્રી ને અરજી કરેલ છે પ્રો ભાવના મહેતાએ વિદ્યાર્થીનીના પિતાને જણાવ્યું કે તમારી દીકરીના લગન થઇ ગયા હોવાથી આ લાભ ન આપી શકાય. સીન્ડીકેટના ઠરાવમાં આવી કોઈ શરતો નથી.જયારે પિતાના વારસામાં પણ જો દીકરીને સરખી હકદાર ગણાવતી હોય તો આવા લાભ અહી શા માટે નહીં ?

બીજું ફેકલ્ટીના ડીનકે જે એક જમાનામાં પોતાની જાતને સ્ત્રી સશક્તિકરણ અને વુમન એક્ટિવિસ્ટ કહેડાવવા ફાફા મારતા હતા,અને આ ધોરણેજ વુમન સ્ટડી રિસર્ચ સેન્ટરમાં આવીને ઘૂસ્યા હતા અને એક્ટિવિસ્ટનો મુગટ પહેરીને જ આ ફેકલ્ટીના ટીચર બની બેઠા છે.જેમની મતલબી કાચીંડા જેવી વૃતિ આજે કેવા કેવા રંગ દેખાડે છે અને પોતાના અંગત લાભ માટે યુની. સ્ટાફની દીકરીનું એડમિશન છીનવી ને નકારે છે.નકારવાનું આધાર શું છે જાણો છો ? કારણકે શીતલ શર્મા (દીકરી) પરણેલી છે.ભારતનો કયો કાયદો કહે છે કે પરણેલી દીકરી ને અભ્યાસનો હક્ક નથી ? કયા જમાના માં જીવે છે ? પરણવું એ સ્ત્રી કે પુરુષ માટે ડીસક્વોલીફિકેશન કેવી રીતે બની શકે ?? એક દીકરીને આ લાભથી વંચિત શા માટે રાખવામાં આવી ?? કોઈ વ્યક્તિ ડીન હોવા માત્ર થી યુનિવર્સીટીના સિન્ડીકેટ ઠરાવને સતાની રુએ બાજુ પર ઠેલી શકે નહીં.

Most Popular

To Top