National

PM મોદીની મુલાકાત પહેલા મુંબઈમાં હાઈએલર્ટ, આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો

મુંબઈ: મુંબઈમાં (Mumbai) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મુલાકાત પહેલા પોલીસે (Police) એલર્ટ (Alert) જાહેર કર્યું છે. મુંબઈ પોલીસે મુંબઈ પોલીસે મરોલ, અંધેરી, કોલાબા, સીએસટીમાં પીએમની મુલાકાતના સ્થળે ડ્રોન અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એરપોર્ટ, પોલીસ સ્ટેશન, કોલાબા પોલીસ સ્ટેશન, MIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દિવસ માટે ડ્રોન, પતંગ, નાના વિમાન અને બલૂન પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 144 હેઠળ એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે PM છત્રપતિ શિવાજી ટર્મિનલ ખાતે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

હાલમાં જ તાલિબાન દ્વારા NIAને મેલ મોકલી મુંબઈમાં આંતકી હુમલાની ધમકી આપી હતી. તેથી મુંબઈમાં કોઈપણ આતંકવાદી અથવા અસામાજિક તત્વના ડ્રોન કે અન્ય નાના વિમાનો દ્વારા હુમલાની શક્યતાને કારણે મુંબઈ પોલીસે આ પ્રતિબંધ લગાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે મુંબઈ પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જણાવી દઈએ કે PM મોદી 10 ફેબ્રુઆરીએ CST ખાતે 2 વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. 

વંદે ભારત ક્યાંથી શરૂ થશે?
મુંબઈથી ટૂંક સમયમાં 2 નવી વંદે ભારત ટ્રેન શરૂ થશે. એક વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર રૂટ પર અને બીજી મુંબઈ-શિરડી રૂટ પર દોડશે. 10 ફેબ્રુઆરીએ પીએમ મોદી છત્રપતિ શિવાજી ટર્મિનસથી વંદે ભારત બંને ટ્રેનોને લીલી ઝંડી આપશે. તમને જણાવી દઈએ કે આ બંને ટ્રેનો ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.

વંદે ભારત આટલા રૂટ પર ચાલી રહી છે
વંદે ભારત ટ્રેન 8 રૂટ પર દોડાવવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હી-વૈષ્ણોદેવી, નવી દિલ્હી-વારાણસી, દિલ્હી-અંબ અંદૌરા, ગાંધીનગર-મુંબઈ, નાગપુર-બિલાસપુર, ચેન્નઈ-મૈસુર, હાવડા-નવી જલપાઈગુડી અને વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ રૂટનો સમાવેશ થાય છે.

પી.એમ.મોદીએ વંદે મેટ્રો ટ્રેન રેલ મંત્રીને આપ્યો ટાર્ગેટ
રેલ મંત્રી (Railway Minister) અશ્વિન વૈષ્ણવે (Ashwin Vaishnav) શનીવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર (PM Narendra Modi) મોદીએ રેલ મંત્રાલયને વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) જેમ ‘વંદે મેટ્રો’ (Vande Metro) લાવવા માટે કહ્યું છે. ‘વંદે મેટ્રો ‘ ટ્રેન નજીકના બે મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનની કલ્પના જેવી છે. પત્રકારો સાથે વાત કરતા રેલ મંત્રીએ એ પણ કહ્યું હતું કે ભારતીય રેલ્વે તંત્રએ ગયા વર્ષે અનાજ, ખાતર અને અન્ય ઘણી વસ્તુઓના પરિવહન માટે રૂ. 59,000 કરોડની સબસિડી આપી છે. જે દરેક પેસેન્જર માટે 55 ટકા જેટલું આપેલા કન્સેશનને બરાબર છે.

Most Popular

To Top