National

કોંગ્રેસના નેતાના 6 વર્ષના ભત્રીજાની હત્યા, ઘરની બહાર હર્ષ કિડનેપર સાથે હસતો-રમતો દેખાયો અને..

કોંગ્રેસના (Congress) નેતાના 6 વર્ષના ભત્રીજાનું અપહરણ કરીને તેની હત્યા (Murder) કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના મધ્યપ્રદેશના (MP) મહૂના પિગદમ્બર ગામની છે. અહીં બાળકનો મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. કિડનેપર કરનારાઓએ બાળકના પરિવાર પાસે 4 કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માગી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ બાળકની અંતિમ યાત્રામાં આખેઆખું ગામ જોડાયું હોવાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યા છે. અપહરણની ઘટનાના (CCTV) સામે આવ્યા બાદ પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. ખાસ વાત એ છે કે બંને આરોપી પરિવારના નજીકના છે.

  • જિતેન્દ્ર સિંહ ચૌહાણનો પુત્ર હર્ષ રવિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે ઘરની સામેથી ગુમ થયો હતો
  • રેલવેટ્રેકના ફૂટેજમાં પોલીસને એક બાળક એક યુવક સાથે હસતો-રમતો જોવા મળ્યું. આ પછી તે અલ્ટો કારમાં બેઠેલો જોવા મળ્યો હતો
  • રાત્રે 9 વાગ્યે તેમણે હર્ષના મોં પર ટેપ બાંધી દીધી અને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી

મામલો કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પિગદમ્બર ગામનો છે. કોંગ્રેસી નેતા વિજેન્દર સિંહ ચૌહાણના નાના ભાઈ જિતેન્દ્ર સિંહ ચૌહાણનો 6 વર્ષનો પુત્ર હર્ષ રવિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે ઘરની પાસેથી રમતા-રમતા ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ કલાકો સુધી અનેક જગ્યાએ હર્ષની શોધખોળ કરી હતી. તેનો પતો ન લાગતા આખરે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરતા પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. રેલવે ટ્રેકના ફૂટેજમાં પોલીસને એક બાળક યુવક સાથે હસતો-રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ યુવક તેને કારમાં બેસાડી ગયો હતો.

મોડી રાત્રે પોલીસને સાંદલ-માંડલ ગામમાં એક પુલ નીચે કોઈ બાળકની લાશ પડી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પોલીસ અને જીતેન્દ્રસિંહ તથા તેમના પરિજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને તે હર્ષ જ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. પોલીસે આ કેસમાં કોઈ પરિચિત વ્યક્તિ પર અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ નંબર અને વાહનના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા. સીસીટીવી ફૂટેજની શોધ કરી તો રિતેશ નામનો છોકરો હર્ષનો હાથ પકડતો જોવા મળ્યો હતો. રિતેશ રિલેશનશિપમાં જિતેન્દ્ર સિંહનો ભાણેજ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મામા પાસેથી ચાર કરોડ રૂપિયા મેળવવા માટે રિતેશે અને તેના પિતરાઈ ભાઈ વિકાસે આ કામ કર્યું હતું.

ખરગોન પોલીસે વિકાસને ઓમકારેશ્વરની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. રિતેશ અને વિકાસને આમને-સામને લાવવામાં આવતા બંનેએ ગુનાનો સ્વીકાર કર્યો હતો. પૂછપરછ દરમ્યાન રિતેશે જણાવ્યું હતું કે તે હર્ષને લઈ ગયો હતો પિતરાઈ ભાઈ વિકાસને આપ્યો હતો. તેનો હેતુ મામા જિતેન્દ્ર સિંહ પાસેથી પૈસા વસૂલવાનો હતો. ગામમાં ભીડ વધતી જોઈને રિતેશે તેના પિતરાઈ ભાઈ વિકાસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે મામલો વણસી ગયો છે. ગામમાં ભારે ભીડ જામી છે. ત્યારબાદ બાઈગાંવના જંગલમાં હર્ષનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બંનેએ જણાવ્યું કે રાત્રે 9 વાગ્યે તેમણે હર્ષના મોં પર ટેપ બાંધી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેની લાશને બાઈગાંવના જંગલમાં ફેંકી દીધી હતી.

Most Popular

To Top