Dakshin Gujarat

વરેલીમાં ટેમ્પોમાંથી 28 હજારનો દારૂ ઝડપાયો

પલસાણા: કડોદરા જીઆઈડીસી (Kadodra GIDC) પોલીસને (Police) ગત 23મીએ બાતમી મળી હતી કે, વરેલીની સાંઇધામ સોસાયટીની સામે લલિત ટ્રાન્સપોર્ટ, રિવા પેકેજિંગની સામે સેલવાસથી મંગાવવામાં આવેલો દારૂ (Alcohol) ભરેલો ટેમ્પો નં.(ડીએન 09એન 9308) ઊભો છે. આથી એએસઆઈ મહેશભાઈ બાબુભાઈ સહિતના સ્ટાફે સ્થળ ઉપર રેડ કરી હતી. આ ટેમ્પોમાં ચેકિંગ કરતાં ડ્રાઇવર કે માલિક હાજર મળ્યો ન હતો. પોલીસે ટેમ્પોની કેબિનમાં તપાસ કરતાં ખોખામાંથી 28,550નો દારૂ મળી આવ્યો હતો.

નંબર પ્લેટના આધારે માલિકની તપાસ કરતાં હાલ સેલવાસના એ-2, ગુરુદેવ કોમ્પ્લેક્સ, સી-બિલ્ડિંગ, યુ.ટી.ઓફ દાદરા નગર હવેલી ખાતે રહેતા અને મૂળ દેવધ ગામ, કુંભારિયા, સુરતના રહેવાશી શંકર દેવીલાલ સુથાર (ઉં.વ.49)નો હોવાનું બહાર આવ્યું હતું. જેના ડ્રાઇવરનું નામ પ્રેમારામ સોહનલાલ ગામેતી (મૂળ રહે.,ગોગુન્દા, ઉદયપુર, રાજસ્થાન) હોવાની વિગત સામે આવી હતી. આ બનાવમાં 28,550નો દારૂ અને 5 લાખની કિંમતના ટેમ્પો મળી કુલ 5, 28,550નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એ સાથે આર્થિક ફાયદા માટે દારૂનું વહન કરતા ટેમ્પોચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

તિલકવાડાના વજેરિયાની સીમમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાયા
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલ નાપા તડવીના ખેતરના શેઢ નીચેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 આરોપીને તિલકવાડા પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પીએસઆઈ એ.જી.ખોથને બાતમી મળતાં તેઓ પોતાની ટીમ તિલકવાડા તાલુકાના વજેરિયા ગામની સીમમાં કેનાલ પાસે આવેલા નાપા તડવીના ખેતરમાં રેડ કરતાં 6 જેટલા જુગારિયા ઝડપાયા હતા, જેમાં અઝીઝ જહાંગીર શેખ (ઉં.વ.30) (રહે.,વજેરિયા), સાહેબ એયુબ રાઠોડ (ઉં.વ.28) (રહે.,પીછીપુરા), યુનુસ ઈસબ સમરા (ઉં.વ.38) (રહે.,વજેરિયા), દીપીલ રતન તડવી (રહે.,નાના વોરા), ભરત ઉર્ફે ભગુ રણજિત તડવી (રહે.,નલિયા), સુલતાન કાયમ શેખ (રહે.,વજેરિયા) જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતાં 1થી 3 જેટલા આરોપીઓને અંગજડતી પાડી તેઓ પાસે રોકડ રૂ.7500, દાવ પરના 3770 મળી કુલ જુગાર 11,270, મોબાઈલ નંગ-2 જેની કિંમત 15,000, લાલ કલરનું એક્ટિવા GJ 06 M A 9310 જેની કિંમત 20,000 મળી 46,270ના કુલ મુદ્દામાલ સાથે 1થી 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અન્ય 3 આરોપી ફરાર થઈ જતાં પોલીસે તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

પીપોદરા જીઆઈડીસીમાંથી જુગાર રમતા 13 જણા ઝડપાયા
હથોડા: પાલોદ પોલીસ ચોકીના ફોજદારે બાતમીના આધારે પીપોદરા ગામે છાપો મારી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 13 જુગારિયાને 62,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પાલોદ પોલીસ ચોકીના પીએસઆઇ જે.કે.મૂળિયાને બાતમી મળી હતી કે, પીપોદરા આદિવાસી ફળિયામાં લક્ષ્મણભાઈની બિલ્ડિંગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઢગલેબંધ જુગારીઓ જુગાર રમી રહ્યા છે. જેથી ઘટના સ્થળે તપાસ કરતાં રવિકુમાર બાલકૃષ્ણ યાદવ, ફૂલેશ્વર જયરામ યાદવ, મુન્ના ગોવર્ધન વિશ્વકર્મા, પ્રકાશ લખેન્દ્ર યાદવ, સંજય ભોળા યાદવ, અશોક દશરથ જાદવ, અનિલ લખન યાદવ, વિકાસ રામેશ્વર યાદવ, પપ્પુ લક્ષ્મી યાદવ, જિતેન્દ્ર કિશોરી યાદવ, જિતેન્દ્ર નંદકિશોર યાદવ, મનોજ અર્જુન યાદવ અને પવન ભીમ મિસ્ત્રી (તમામ હાલ રહે., પીપોદરા, આદિવાસી લક્ષ્મણભાઈની ચાલીમાં, માંગરોળ)ને પોલીસે જુગારની રોકડ રકમ મોબાઈલ મળી કુલ રૂ.62,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top