Gujarat

ગુજરાત પોલીસે કરી તિસ્તા સેતલવાડની ધરપકડ, ખોટી સહીનો આરોપ

અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં 2022માં થયેલા કોમી રમખાણો (Riots) મામલે વધુ એક ટ્વીસ્ટ આવ્યું છે. તિસ્તા સેતલવાડની (Tista Shetalwad) ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી છે. તિસ્તા સેતલવાડને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. 2002ના ગોધરાકાંડ (Godhrakand) અંગે તિસ્તાને પકડી વધુ તપાસ કરવા સુપ્રીમકોર્ટે આદેશ આપ્યા છે. ઝકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. કલમ 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં ખોટા નિવેદનો તથા સોગંદનામા કરવા બદલ જવાબદાર આર બી શ્રીકુમાર, તિસ્તા સેતલવાડ તથા સંજીવ ભટ્ટ સામે પગલા ભરવા આદેશ કર્યો હતો. જેના પગલે આજે અમદાવાદ ક્રાઈમ બ્રન્ચમાં સરકાર તરફે ફરિયાદ દાખલ કરાઈ હતી.

જાણવા મળ્યું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. જેમાં કેટલીક બાબતો જાણવા મળી હતી. ત્યાર બાદ તિસ્તા સેતલવાડે ઝકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત એટીએસની ટીમે તિસ્તા સેતલવાડની તેમનો મુંબઈ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. પહેલા શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન અને ત્યારબાદ પોલીસ તેઓને અમદાવાદ લઈ જવા રવાના થઈ હતી. 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ક્લીનચીટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી તેના એક દિવસ બાદ ગુજરાત ATSની આ કાર્યવાહી સામે આવી છે.

એક દિવસ પહેલા, સુપ્રીમ કોર્ટે 2002ના ગોધરા રમખાણોના મામલામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સેતલવાડની એનજીઓએ ઝકિયા જાફરીને તેમની કાનૂની લડાઈ દરમિયાન ટેકો આપ્યો હતો. રમખાણો દરમિયાન જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. કોર્ટે SITની પ્રશંસા કરી હતી અને કડક ટીપ્પણી કરી હતી કે કાયદા સાથે રમત કરનારા તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ પણ આપ્યું હતું અને કહ્યું હતું કે સેતલવાડ સામે વધુ તપાસની જરૂર છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે કોર્ટે એમ પણ કહ્યું કે ઝકિયા જાફરી કોઈ અન્ય વ્યક્તિના ઈશારે કામ કરી રહી છે. શાહે તિસ્તા સેતલવાડનું નામ પણ લીધું હતું, જેમની એનજીઓ સમગ્ર કેસમાં ખૂબ સક્રિય હતી. તેમણે તહેલકા મેગેઝિનના સ્ટિંગ ઓપરેશનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોર્ટે તેને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે એટીએસની ટીમે મુંબઈ જુહુમાં ખાતેથી તિસ્તા સેતલવાડની અટકાયત કરીને તેમને અમદાવાદ લાવવામા આવ્યા છે. આ ઉપરાંત આર બી શ્રીકુમારની પણ અટકાયત કરી લેવાઈ છે. તેવી જ સંજીવ ભટ્ટની પણ જેલમાંથી કસ્ટડી મેળવીને તેની પણ અટકાયત કરી લેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના પોઈ ડી બી બારડે આ ફરિયાદ દાખલ કરી છે.

Most Popular

To Top