Dakshin Gujarat

દસ્તાન ફાટક આટલા દિવસ બંધ, વાહનચાલકોને 15 કિમી ફરીને જવું પડશે

પલસાણા: (Palsana) ને.હા.6 પર દસ્તાન ગામે આવેલી ફાટક પર રેલવે બ્રિજનું (Railway Bridge) કામ આખરી તબક્કામાં ચાલતું હોવાથી દસ્તાન ફાટકને આગામી 5 દિવસ માટે સવારથી લઈ મોડી સાંજ સુધી બંધ કરી દેવામાં આવતાં વાહનચાલકોને (Drivers) 15 કિમીનો ચકરાવો ખાવો પડશે.

  • દસ્તાન ફાટક પાંચ દિવસ ફાટક બંધ, વાહનચાલકોને 15 કિમીનો ચકરાવો ખાવો પડશે
  • તંત્રની બેદકારી અને આયોજન વગરના નિર્ણયના કારણે વાહનચાલકોમાં કચવાટ

છેલ્લાં 5 વર્ષથી વિવાદનું ઘર બનેલી દસ્તાન રેલવે ફાટક નં.17 પરના ઓવરબ્રિજ પર રેલવે લાઇન પર ગડર મૂકવાની તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે શનિવારે વહેલી સવાર 7 વાગ્યાથી મોડી રાતે 8 વાગ્યા સુધી રોજ ગુરુવાર સુધી ફાટક બંધ રાખવાનો આદેશ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવતાં વાહનચાલકોને ભારે ચકરાવો કરવો પડી રહ્યો છે. અગાઉથી જાણ કે નોટિસ કર્યા વિના એકાએક મોડી રાતથી જ ફાટક બંધના બોર્ડ કડોદરા ચાર રસ્તા અને દસ્તાન રેલવે ફાટક પર મારી દેતાં શનિવારે સંખ્યાબંધ વાહનચાલકો અટવાયા હતા.

જો કે, હાલ નાનાં વાહનો દસ્તાન રેલવે બ્રિજ નજીકથી પસાર થતા એક નાના કાચા રસ્તાનો ઉપયોગ વૈકલ્પિક રસ્તા તરીકે કરી રહ્યા છે. પરંતુ ચોમાસાનો સમય હોવાના કારણે ત્યાં પણ કાદવ-કીચડના કારણે સંખ્યાબંધ વાહનો ફસાયા હતા. આમ, તંત્રની લાપરવાહી અને આયોજન વગરના તરત નિર્ણયના કારણે વાહનચાલકોમાં કચવાટ જોવા મળ્યો હતો. વળી, વર્ષોથી ગોકળગાય ગતિએ ચાલતું રેલવે ઓવરબ્રિજનું કામ ક્યારે પૂર્ણ થાય અને ક્યારે લોકોને ઉપયોગી બને એ અંગે પ્રજા રાહ જોઈ રહી છે.

Most Popular

To Top