Gujarat

પતિ ગુપ્તાંગમાં બેલ્ટથી મારતો હતો, મહિલાએ 181 હેલ્પલાઈન પર ફોન કરી મદદ માંગી..

અમદાવાદ: (Ahmadabad) અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ તેના પતિના એવા ત્રાસથી (Harassment) બચવા માટે મહિલા હેલ્પલાઇન 181માં ફોન કર્યો હતો કે જે ત્રાસ વિશે સાંભળતાં જ રૂવાડા ઉભા થઈ જાય. મહિલા હેલ્પલાઈનમાં (Helpline) એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે મને મારા પતિ કપડાં કાઢી ગુપ્તાંગમાં બેલ્ટથી મારે છે. જે મારાથી સહન નથી થતું. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તેમજ પતિથી છૂટાછેડા લેવાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  • મહિલા હેલ્પલાઈનમાં એક મહિલાનો ફોન આવ્યો હતો
  • તેણે પોલીસને જણાવ્યું કે મને મારા પતિ કપડાં કાઢી ગુપ્તાંગમાં બેલ્ટથી અને ફેંટ મારે છે જે મારાથી સહન નથી થતું

મહિલા દ્વારા 181 પર ફોન કરી મદદ માંગતા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી. ટીમે મહિલાના ઘરે જોયું કે મહિલા ખાટલા પર સૂતી હતી અને તેના પતિ બાજુમાં ઊભા હતા. આ અંગે પૂછપરછ કરતા મહિલાએ તેના પતિની હરકતો વિષે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેઓના લગ્ન થયા ત્યારથી જ તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે. તેણે કહ્યું કે પતિ મને લાફા મારે તો સહન થાય છે પરંતુ શરીર પરથી કપડા ઉતારી ગુપ્ત અંગો પર બેલ્ટથી મારમારે છે તો તે સહન થતું નથી. હેલ્પલાઇનની ટીમ આવ્યા પહેલાં પણ બેલ્ટથી માર માર્યો હતો તેમ તેણે જણાવ્યું હતું.

મહિલાએ જણાવ્યું કે મારા પતિ મને વારંવાર ગાળો બોલે છે. અમારે એક બાળક પણ છે અને તે પણ હવે મારા પતિની હરકતોથી ડરે છે. પતિના અસહ્ય ત્રાસ અને મારથી કંટાળી અને મારા બાળકના સારા ભવિષ્ય માટે હવે મેં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેના કપડા કાઢી ગુપ્ત અંગો પર હાથ ફેરવે છે અને ત્યારબાદ તે અંગો પર ફેંટ મારે છે. બેલ્ટથી પણ ચાબખા મારે છે. જે ખુબજ અસહ્ય હોવાનું તેણે મહિલા હેલ્પલાઈનની ટીમને જણાવતા ટીમે તેને આ અંગે પોલીસ ફરિયાદ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Most Popular

To Top