Gujarat Main

અમદાવાદ મનપાની દીવાલ પાસે જાહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ વેચાતો હતો

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં સીટીએમ (CTM) વિસ્તારમાંથી એસ.ઓ.જી.ની ટીમે (S.O.G team) મેફેડ્રોન ડ્રગ્સનો 60.700 ગ્રામ જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ (Arrest) કરી હતી. અમદાવાદ એસઓજીની ટીમ સીટીએમ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં (Petroling) હતી. ત્યારે અમદાવાદ મનપાની દીવાલ પાસે જાહેરમાં વગર પરમિટનો ગેરકાયદે નશીલો પદાર્થ મેફેડ્રોન 60.700 ગ્રામ કિંમત રૂ.6 લાખનો ડ્રગ્સનો જથ્થો મળી 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મોહંમદ ફારુખ ઉર્ફે લાલા ગુલામહુસેન મેમણની ધરપકડ કરી હતી.

  • પોલીસે નશીલો પદાર્થ મેફેડ્રોન 60.700 ગ્રામ કિંમત રૂ.6 લાખનો ડ્રગ્સનો જથ્થો મળી 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • આ ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરવામાં આવતું હતું

ધરપકડ કરાયેલા આરોપી મહંમદ ફારુકની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે, પટવા શેરી અમદાવાદના જાવેદશા નામના શખ્સ પાસેથી તેણે આ ડ્રગ્સ લીધું હતું અને તે છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દહેજ ઓમ ઓર્ગેનિક કંપનીને ક્લોઝર નોટિસ, રૂ.૨૫ લાખનો EDCનો દંડ
ભરૂચ: દહેજ કેમિકલ યુનિટમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 6 કામદારનાં મોત થયાં હતાં. સમગ્ર પ્રકરણમાં DISH (ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ) વિભાગે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી હતી. તેમજ GPCBએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપીને રૂ.૨૫ લાખનો EDC (એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પોસેશન)નો દંડ ફટકાર્યો હતો.

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં વિસ્ફોટ થતાં નિર્દોષ કામદારોનાં મોત થતાં સમગ્ર ઘટના અંગે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગઈ છે. દહેજના ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટ થતાં જ અનેક એજન્સીઓએ વિગતવાર તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટની રાહ જોઈ રહી છે. SP ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે, હાલ અમે અકસ્માત મોતના આધારે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. જે નોંધવામાં આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) સહિતની અનેક તપાસ એજન્સીઓ પણ વિવિધ પાસથી તપાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top