Trending

જયપુરમાં આખી ટ્રેન બુક કરાવ્યા બાદ અધડી રાત્રે 6 છોકરાઓએ જબરજસ્ત ‘પાર્ટી’ કરી

નવી દિલ્હી: એક છોકરાએ આખી મેટ્રો ટ્રેન (Metro Train) બુક (Book) કરાવી લીધી હતી. પ્રવાસ દરમિયાન ટ્રેનમાં અડધો ડઝન મિત્રો (Friends) સાથે ખૂબ જ મસ્તી કરી, એકબીજાની વચ્ચે ઘણી ગેમ્સ રમતા જોવા મળ્યા.અને તેનો વીડિયો યુટ્યુબ (YouTube ) પર અપલોડ કર્યો હતો. આ વીડિયો ‘Crazy XYZ’ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં અમિત નામનો છોકરો જણાવે છે કે તેણે જયપુર મેટ્રોની આખી ટ્રેન બુક કરાવી છે. વિડિયોમાં તેને સૌથી પહેલા ઈન્ટિરીયર ક્લિનિંગ શેડની અંદર મુસાફરી કરતા પહેલા ટ્રેનની સફાઈ કરતો દેખાડવામાં આવ્યો હતો.

ત્યારપછી મેટ્રો કેબિનનો અંદરનો નજારો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં ઘણા બધા અલગ-અલગ બટન જોવા મળ્યા હતા. આ પછી અમિતે ડ્રાઈવરને ટ્રેન આગળ પાછળ ચલાવવા કહ્યું અને ડ્રાઈવરે એવું કર્યું પણ ખરું. ટ્રેન રાત્રે 10 વાગ્યે ખાલી પ્લેટફોર્મ પર આવી. મીત તેના મિત્રો સાથે ટ્રેનમાં ચડ્યો. આ પછી યાત્રા શરૂ થાય છે.

વીડિયોમાં અમિતે આખી ટ્રેનમાં ફરી ફરીને ખાલી ટ્રેન બતાવે છે. ટ્રેન શરૂ થયા બાદ પહેલું સ્ટેશન માનસરોવર આવે છે. પરંતુ ટ્રેન રોકાયા વિના આગળ વધે છે. અમિત મિત્રો સાથે ફ્લોર પર બેઠો. અને તે લોકો રમત રમવાનું શરૂ કરે છે. ટ્રેન પણ મધ્યમાં એવી જગ્યાએ ઉભી રહે છે જ્યાં બધા શૌચાલય માટે નીચે ઉતરે છે. ટ્રેનમાં પાછા ફરતી વખતે આ લોકોને બંધ બોક્સમાં ભોજન પણ પીરસવામાં આવે છે. કેટલાક લોકો ખાધા પછી આરામ કરતા હોય તેવું લાગે છે. અન્ય મિત્રો તેમના પર રમકડાની બંદૂકો વડે હુમલો કરે છે

લાંબા સમય સુધી બધા મિત્રો રમકડાની બંદૂકો સાથે રમે છે. પછી તેઓ એકબીજા સાથે ડાન્સ કરે છે અને નકલી નોટો ઉડાવે છે. પાછળથી લેઝી રીડરની ગેમ પણ રમાય છે. આ મજા રાત્રે 1 વાગ્યા સુધી ચાલે છે. જે બાદ વિડિયોનો અંત કરતાં અમિતે કહ્યું કે હવે માત્ર એક નાની મુસાફરી બાકી છે. આ વીડિયો પર લોકોની ફની કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું- xyz એવું લાગતું હશે જાણે ટ્રેન આપણા પિતાની હોય. અન્ય યુઝરે લખ્યું- ક્રેઝી આઈડિયા ભાઈ. ત્રીજા યુઝરે લખ્યું- તમે ડ્રોનની મદદથી આકાશમાંથી પૈસાનો વરસાદ કરી શકો છો.

Most Popular

To Top