Charchapatra

સલાહકાર

આજકાલ સલાહ આપનારની સંખ્યામાં દિનપ્રતિદિન  વધારો થતો નજરે પડે છે. સલાહ આપવાનું તો ગમે પણ લેવાનું કોઈને ગમતું નથી. સામી વ્યક્તિને ક્યારે સલાહ આપવી જોઈએ એ અંગે જાણકારી હોય તો સારું, નહિતર આપણું  સલાહકાર બન્યાનું એણે જાય. આપણી વાત સામેના પાત્રને ગળે ઉતારવાના નિયમો મળ્યા છે, તે જણાવવાની ઈચ્છા છે, તે એ કે: સામી વ્યક્તિ આપણી સાંભળવાના મૂડમાં હોય ત્યારે સલાહ આપવી. સલાહમાં સામી વ્યક્તિનું હિત સમાયેલું છે એવો વિશ્વાસ જાગૃત કરીને પછી સલાહ આપવી. સામેની વ્યક્તિના મનમાં આપણા માટે માનની લાગણી હોય તો સલાહ આપી શકાય. વ્યક્તિને સમૂહમાં નહીં સાવ એકલી હોય ત્યારે  સલાહ આપવી જોઈએ. સલાહ સમયે વાણી પ્રેમાળ હોવી જોઈએ. સલાહ વખતે અનુભવ-દાખલા આપી શકાય. સત્ય અને પ્રિય સલાહ આપવી. સલાહ આપવામાં અતિશયોક્તિ ન કરવી. સામી વ્યક્તિ કામ, ક્રોધ, લોભ, મોહ, મળ તથા ઈર્ષ્યાથી ખૂબ જ બળતી હોય ત્યારે સલાહ ન આપવી. ચાલો સારી સલાહનું પાલન કરીએ પછી સારા સલાહકાર બનીએ.
નવસારી -કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top