Business

દેશને લૂંટનારાઓ સામે કાર્યવાહી જરૂરી

દેશમાં કાયદો છે તેનો વિશ્વાસ કેવી રીતે બેસે? જ્યારે ભ્રષ્ટાચારી પકડાય ત્યારે!આજે દેશ પાસે તટસ્થ એજન્સીઓ છે. CBI મોટા કૌભાંડોની તપાસ કરે છે. ED કાળાં નાણાં અને મની લોન્ડરિંગ પકડે છે. IT વિભાગ બેનામી સંપત્તિનો હિસાબ લે છે. DRI દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી રોકે છે. Vigilance અને ACB સરકારી કચેરીમાં લાંચ પકડે છે! આ ઉપરાંત NIA આતંકવાદ સામે, NCB ડ્રગ્સ માફિયા સામે, SFIO કંપનીઓના ફ્રોડ સામે અને DGGI GST ચોરી સામે લડે છે! આ તમામ એજન્સીઓ લોકહિત માટે છે. તેમની કાર્યવાહી કોઈ પક્ષ માટે નહીં, દેશ માટે હોવી જોઈએ. જે પણ લૂંટે, પછી તે ગમે તેટલો મોટો હોય, તેને છોડવો ન જોઈએ! જો આ એજન્સીઓને સંપૂર્ણ સ્વતંત્રતા અને શક્તિ આપવામાં આવે તો ભ્રષ્ટાચાર ૫૦% ઘટી જશે. ગરીબ માણસને તેનો હક મળશે. યુવાનોને નશાથી બચાવી શકાશે! એ માટે સરકારને નમ્ર વિનંતી છે કે, આ એજન્સીઓને વધુ મજબૂત બનાવો અને પ્રામાણિક અધિકારીઓને રક્ષણ આપો!
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top