Charchapatra

ચૂંટણી જીતવા થતી સામસામી આક્ષેપબાજી

હાલમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે સબળ પક્ષ તેમજ તેમનો વિરોધપક્ષ ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. દરેક પક્ષના મતદારો મંદિરના લોકાર્પણ સાથે પૂજાઅર્ચના વિધિ કરતાં થાય એટલે સમજી લેવું કે ટૂંક સમયમાં ચૂંટણીની મોસમ આવી રહી છે. જે સબળ પક્ષને પાંચ વર્ષ માટે આમ જનતા દ્વારા દેશનું સુકાન સોંપવામાં આવ્યું છે. તેઓશ્રી પણ પોતાના પક્ષની બેઠક વધારવા મતબેન્ક તૈયાર કરી રહ્યા છે. ચૂંટણીની વસંત ખીલે એટલે સભાઓ અને રેલીઓની વણઝાર દેખા દે, તેની સાથે આમ જનતા સમક્ષ ભાષણો કરવામાં આવે; તે સમયે લોકોપયોગી અને દેશનાં રચનાત્મક કાર્યોની જાહેરાતો અને કાર્યોના વિચારો આમ જનતા સમક્ષ પ્રદર્શિત કરવા જોઈએ નહિ કે અન્ય પક્ષો સામે આક્ષેપબાજી.

આક્ષેપબાજી એ તો બંધારણના સિધ્ધાંતના વિરોધ સમાન છે. લોકશાહી એટલે આમ જનતાના કૂટ પ્રશ્નોની ગંભીરપણે ચર્ચા દ્વારા દેશમાં સુખાકારી સર્જાય એ જ મતદાર અને તેમના પક્ષની જાહેરાત. અન્યોન્ય પક્ષોની લડાઈમાં આજે જીવનોપયોગીની મફત લ્હાણી કરવાનો પ્રસ્તાવ લાવી રહ્યા છે. જે અયોગ્ય છે. કારણ કે આ તો આ રીતે દેશની આર્થિક સ્થિતિ પર માઠી અસર થશે. દેશની જનતા સમક્ષ આવો પ્રસ્તાવ રજૂ કરવો એ ભૂલભરેલો છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top