SURAT

સીમાડામાં રસ્તો ક્રોસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીને BRTS બસે અડફેટે લેતાં બંને પગમાં ફ્રેક્ચર થયું

સુરત(Surat): સીમાડા વિસ્તારમાં બીઆરટીએસ (BRTS) સ્ટેન્ડ પર બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લેતાં વિદ્યાર્થીને બંને પગમાં ફ્રેક્ચર થયું હતું. વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના માંગવાપાડ ગામના વતની પ્રિન્સ લક્ષ્મણભાઈ ગજેરા (17 વર્ષ), હાલમાં સરથાણામાં સંગના સોસાયટીની બાજુમાં સાંઈકૃપા સોસાયટીમાં રહે છે. પ્રિન્સ સ્થાનિક સ્કુલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. ગુરૂવારે તે સ્કુલેથી બીઆરટીએસ બસમાં આવ્યો હતો.

તે સીમાડા ગામ સ્વાગત બીઆરટીએસ સ્ટેન્ડ પાસે બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે જીજે-05-બીએક્સ-0587ના ડ્રાઈવરે બેદરકારીથી બસ ચલાવીને પ્રિન્સને અડફેટે લીધો હતો. તેના કારણે પ્રિન્સને બંને પગમાં ફેક્ચર થવા ઉપરાંત તેના શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ થઈ હતી. પ્રિન્સને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રિન્સે બસના ડ્રાઈવર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરોલી બ્રીજ પર સિટી બસના ડ્રાઇવર સાથે જાહેરમાં માથાકૂટ
બે દિવસ અગાઉ અમરોલી બ્રીજ (Amaroli Bridge) ઉપર સીટી બસના (City bus) ડ્રાઈવર (Driver) સાથે દાદાગીરી કરતો વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ડ્રાઇવર સાથે ઝપાઝપી કરતા લોકો પણ કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ સિટી બસ અને લોકો વચ્ચેના ઘર્ષણ ને લઈ ટ્રાફીક જામ થઈ જતા લોકો હેરાન થઈ ગયા હતા.

BRTS ની લાલબસના ચાલકે રૂટ છોડી જાહેર રોડ પર બસ દોડાવતા બાઇકને અડફેટે લીધી
જ્યારે અમરોલી થી સાયણ તરફ જતા બસ ડેપો પહેલા બીઆરટીએસ બસના ચાલકે બસ ને રૂટ બહાર દોડાવતા એક બાઇક ચાલકને અડફેટે લેતા માથાકૂટના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. બાઇક ચાલકને વધતી-ઓછી ઇજાઓ પણ થઈ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો.

Most Popular

To Top