Vadodara

પોલીસના નાઈટ પેટ્રોલિંગને પગલે ATMમાં મૂકેલા 18 લાખ બચી ગયા

હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને, બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટર કીટથી મશીનનું પતરૂં ચીરી નાંખી, કેશ બોક્સ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે નાઈટ પેટ્રોલીંગમાં નિકળેલ પોલીસ આવી જતાં, તસ્કરો ગેસ કટર કીટ મુકીને નંબર વગરની ફોર વ્હીલ ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતાં. આમ પોલીસે તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા એટીએમના કેશ બોક્સમાં રાખેલ ૧૮ લાખ રૂપિયા બચી ગયા હતા. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી એફ એસ એલ અને ડોગ સ્ક્વોડ ની મદદ થી તેઓનું પગેરૂં મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

 બુધવારે રાત્રે હાલોલના ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા શાખાના એટીએમ મશીનને નંબર વગરની ફોર વ્હીલ ગાડી લઈને આવેલ બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તેમનો એક સાગરીત ગાડીમાં બેસી રહ્યો હતો જ્યારે ત્રણ જણા ગેસ કટર કીટ લઈને એટીએમનું પતરૂં કાપી, કેશ બોક્સને તોડવાનો પ્રયત્ન કરતા હતા, તેવામાં નાઈટ પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ ત્યાં આવી પહોંચતા, તસ્કરો ગેસ કટર કીટ ત્યાં મુકીને, ગાડીમાં બેસી ફરાર થતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો.

જે અંગેની જાણ હાલોલ ટીઉન પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીને થતાં, તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બેંકના કર્મચારીઓ તેમજ કેશ લોડીંગ એજન્સી દ્વારા એટીએમનું કેશ બોક્સ ખોલતાં, તેમાં રાખેલ ૧૮ લાખ રૂપિયા અકબંધ હોવાથી બેંક અધિકારીઓને હાંશકારો થયો હતો. પોલીસની નાઈટ પેટ્રોલીંગ ટીમની સમયસૂચકતા ને પગલે શહેરના એટીએમનાંથી ૧૮ લાખ રૂપિયા ની ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

Most Popular

To Top