લગ્નપ્રસંગો કે અન્ય પ્રસંગો માટે સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ૭ મહિનામાં પ્રથમ વખત સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ₹૧.૩૬ લાખની નીચે આવી ગયો છે. અગાઉ ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ સોનાનો ભાવ ₹૧,૩૫,૧૪૧ હતો.
‘ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ (IBJA) અનુસાર ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં ₹૧,૮૦૮નો ઘટાડો થતાં તે ₹૧,૩૫,૮૮૪ પર પહોંચ્યો છે; એક દિવસ પહેલાં જ આ ભાવ ₹૧.૩૮ લાખ હતો. આ પહેલાં ૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સોનાનો ભાવ ₹૧,૩૫,૭૭૩ હતો.
એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹૩,૫૪૦નો ઘટાડો થયો છે અને તે ₹૧.૭૭ લાખ પર આવી ગઈ છે, જે ગુરુવારે ₹૧.૮૧ લાખ હતી. છેલ્લા સતત ત્રણ દિવસમાં સોનું ₹૬,૫૩૬ સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹૮,૫૦૦નો ઘટાડો જોવા મળ્યો છે.
૧૦ નવેમ્બરના રોજ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ₹૧.૪૨ લાખ હતો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ દીઠ ₹૧.૮૬ લાખ હતો. સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલરનું મજબૂત થવું અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા ભાવે મોટા પાયે વેચાણ કરવું મુખ્ય કારણો છે.
ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી ₹2.02 લાખ ઘટી
આ વર્ષ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચાંદીનો ભાવ ₹૨.૩૦ લાખ હતો, જે ૨૯ જાન્યુઆરીના રોજ વધીને ₹૩,૮૬ લાખના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી ચાંદીના ભાવમાં ₹૨.૦૨ લાખનો ઘટાડો થયો છે જે આશરે ૧૧૪% જેટલો ઘટાડો દર્શાવે છે. દરમિયાન ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સોનાનો ભાવ ૧.૩૩ લાખ રૂપિયા હતો, જે ૨૯ જાન્યુઆરીએ વધીને ૧.૭૬ લાખ રૂપિયાની ટોચ પર પહોંચ્યો હતો. ત્યારથી સોનાના ભાવમાં ૪૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે જે આશરે ૩૦% જેટલો ઘટાડો છે.