National

સેમ પિત્રોડાનો દાવો: તેમનો ફોન અને લેપટોપ ટેપ કરવામાં આવ્યા હતા

ફોન ટેપિંગ અંગે રાહુલ ગાંધીના આરોપો વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ દાવો કર્યો છે કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન મોદી પોતે આવું નહીં કરતા હોય.

એક મુલાકાતમાં તેમણે ટિપ્પણી કરી, “વડાપ્રધાન પોતે હાથમાં સ્ક્રુડ્રાઈવર લઈને આવું કામ કરવા તો નહીં જ નીકળે.” જોકે, પિત્રોડાએ એ સ્પષ્ટ કર્યું નથી કે આની પાછળ કોણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો મોબાઈલ ફોન ટેપ કરી રહ્યા છે.

રાજકારણ એક બાજુ, વ્યક્તિગત સંબંધો અલગ છે
પિત્રોડાએ ભારપૂર્વક કહ્યું કે રાજકીય લડાઈઓને વ્યક્તિગત સંબંધો પર હાવી થવા દેવી જોઈએ નહીં. વડાપ્રધાન મોદી સાથે તેમના રાજકીય વિચારો અને વિચારધારાઓ ભલે અલગ હોય પરંતુ તેમની વચ્ચે સારા વ્યક્તિગત સંબંધો છે. તેમણે કહ્યું, “મોદીએ હંમેશા મારી અને મારી પત્ની સાથે ખૂબ જ સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખ્યો છે.”

પિત્રોડાએ વધુમાં કહ્યું કે ભારતમાં ધર્મને રાજકારણથી ઉપર ન રાખવો જોઈએ. વડાપ્રધાન સમગ્ર રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી તેમણે મંદિરોની મુલાકાત લેવા અને ધાર્મિક વિધિઓ કરવામાં પોતાનો ઘણો સમય ન ફાળવવો જોઈએ.

તેમણે સ્પષ્ટ કર્યું કે મોદીને તહેવારોની શુભેચ્છા પાઠવવી એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ નહોતો; તે માત્ર તેમના અને નરેન્દ્ર મોદી વચ્ચેની એક વ્યક્તિગત આપ-લે હતી.

Most Popular

To Top