Business

અંતરાળ વિસ્તારની કાયાપલટ કરવી જરૂરી

શહેરોમાં બધું સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને એટલે જ ગામડાંમાંથી લોકો શહેરોમાં આવે છે. શિક્ષણ, આરોગ્ય અને સરકારી સુવિધા દેશના દરેક ગામડામાં ઉપલબ્ધ કરાવવી જોઇએ. તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ જંગલ વિસ્તારમાં પરિવહનની ખરાબ વ્યવસ્થાના કારણે છત્તીસગઢના અંતરાળ વિસ્તારની મહિલા બેંકમાંથી પેન્શન ઉપાડવા સાસુને પીઠ પર ઊંચકી 9કિ. મી. સુધી ચાલે છે. અંતરાળ ગામડામાં ચૂંટણી સમયે ઍક મતદાર હોય તો પણ આખું મતદાન મથક ઊભું કરવામાં આવે છે તો આ પ્રકારની તમામ સરકારી સેવાઓ માટે જંગલ અંતરાળ વિસ્તારમાં વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. ગામડાંનો વિકાસ થશે તો શહેર તરફની દોટ ઓછી થશે. દેશની જીવાદોરી ગામડાં ઉપર જ છે. ગામડાંનાં લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય પર જીવન ગુજારતાં હોય છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ.
સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top