Business

ટેકનોલોજી કંપનીઓમાંથી હજારો કર્મચારીઓની છટણીનો ભયાનક ટ્રેન્ડ

ટેન્ડ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજી કંપનીઓ કર્મચારીઓને કાઢી મૂકવા માટે જુદું કારણ આપી રહી છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંપની AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માંગે છે એમ કહીને કંપનીઓ હજારો કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. એમાંથી અમુક કંપનીઓએ તો કબૂલ્યું કે તેમનો નફાનો ગાળો વધ્યો છે અને કોઈ જ આર્થિક સંકડામણ નથી. નોકરીમાંથી હાંકી કાઢવાનું દેખીતું કારણ નથી. કર્મચારીઓના પર્ફોર્મન્સનો મુદ્દો નથી. મુદ્દો છે AI ટેકનોલોજી.
આ કંપનીઓની દલીલ એવી છે કે જો સમયસર AI ટેકનોલોજી નહીં સ્વીકારીએ તો કદાચ બીજી કંપનીઓ આગળ નીકળી જશે ને પોતે પાછળ રહી જશે. કર્મચારીઓને પગાર આપવાથી વધારે AI એજન્ટ વિકસાવવામાં અને તેને મેન્ટેઈન કરવામાં મોટી રકમ ખર્ચવી પડે છે તે છતાં કંપનીઓ એકબીજાથી પાછળ રહેવા માંગતી નથી. એના પરિણામે કેટલા કંપનીઓનો તાજેતરમાં ભોગ લેવાયો એ જાણો.


હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેકિંગ કોર્પોરેશનએ બ્રિટિશ મલ્ટિનેશનલ બેન્ક છે. દુનિયાભરમાં 2.11 લાખ કર્મચારીઓ ધરાવતી આ બેન્ક યુરોપની સૌથી મોટી અને દુનિયાની સાતમાં નંબરની બેન્ક છે. આ બેન્કે 20 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. કારણ કે બેન્કમાં AI ટૂલ્સનો ઉપયોગ વધ્યો છે એટલે ડેસ્ક પરથી થતાં કામ AI કરી આપે છે, તેથી કંપનીને કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે. એચએસબીસી બેન્ક આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન જુદા જુદા દેશોમાં કાર્યરત 20 હજાર કર્મચારીઓને હાંકી કાઢશે. કંપનીએ વાર્ષિક 150 કરોડ ડોલર બચાવવાનો પ્લાન અમલી બનાવ્યો છે તેના પરિણામે આ નિર્ણય લેવાયો છે. કંપનીએ બેકિંગ સિસ્ટમમાં બેંક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરતા ગ્રાહકો સાથે સીધા સંપર્કની જરૂર નથી એ સર્વિસ AI ટૂલ્સથી થઈ જાય છે. ડેસ્ક પર કામ કરતાં કર્મચારીઓને તેની સૌથી વધુ અસર થઈ છે. એચએસબીસીની જેમ જ આગામી વર્ષોમાં બેકિંગ સેક્ટર્સમાં AIના કારણે લાખો લોકો નોકરી ગુમાવશે. એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહે છે કે ૩થી પાંચ વર્ષમાં બેકિંગ સેક્ટરમાં 2 લાખ કર્મચારીઓ નોકરી ગુમાવશે.પ્રખ્યાત કંપની વોલ્ટ ડિઝની એક હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢે એવી શક્યતા છે.
કોમ્યુનિકેશન વિભાગમાં અને માર્કેટિંગમાં આ કંપનીએ AI એજન્ટની સેવા લેવાનું શરૂ કર્યું છે. અમેરિકાની ટેકનોલોજી કંપની ક્લાઉડ ફ્લેરે 20% કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ AI એજન્ટ્સ પાસેથી કામ લેવાનું શરૂ કરતાં કર્મચારીઓની જરૂરિયાત રહી નથી. 1100 કર્મચારીઓને કંપનીના સીઈઓએ મેઈલ કરીને નોટિસ આપી દીધી છે. આગામી ત્રણ મહિનામાં આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીની જુદી જુદી સર્વિસ આપતી અમેરિકન કંપની ક્લાઉડફ્લેઅરના સહસ્થાપકો મથ્યુ પ્રિન્સ અને મિશેલ જેટલિને એક મેઈલ કરીને કર્મચારીઓને આની જાણકારી આપી હતી. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો નથી, પરંતુ ભવિષ્યમાં AI ટેકનોલોજીનો કંપનીમાં ઉપયોગ વધારવાના કારણે આ નિર્ણય થયો છે.
અમેરિકન મલ્ટિ નેશનલ કંપની સિસ્કોએ 4000 કર્મચારીઓને નોટિસ પાઠવી છે. AI ટેકનોલોજી પર કંપની ફોકસ કરી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
એ જ રીતે પેપલ પણ લગભગ 4700 કર્મચારીઓને નોકરીમાંથી તગેડી મૂકવાની વેતરણમાં છે. કંપનીઓ માને છે કે AIથી કર્મચારીઓની સરખામણીએ ઝડપી કામ થાય છે.
હ્યુમન એરર નિવારી શકાય છે. અત્યારે AI ભૂલો કરે છે પરંતુ આ કંપનીઓ AI એજન્ટ્સને ખાસ પોતાના કામ માટે ડિઝાઈન કરીને એરર શોધી કાઢે છે અને એ એજન્ટ્સને સતત અપડેટ કરીને બહેતર બનાવે છે.છેલ્લાં ચાર-સાત મહિનામાં જ અમેરિકામાં 55 હજાર કર્મચારીઓએ AIના કારણે નોકરી ગુમાવી છે. આ વર્ષના અંતે એ વધીને 1 લાખ થઈ જશે.
ધારણા એવી છે કે AI ટેકનોલોજી અત્યારે 5થી 7% નોકરીઓનો કાળ બની છે. આ ટ્રેન્ડ ચાલતો રહેશે તો દુનિયામાં કરોડો કર્મચારીઓ AIના કારણે બેરોજગાર બની જશે.

-આનંદ ગાંધી

Most Popular

To Top