Bodeli

બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની બિનહરીફ વરણી

ભાજપનો દબદબો યથાવત, 28માંથી 26 બેઠકો પર જીત બાદ પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી

બોડેલી:છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નવી રચાયેલી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. બોડેલી નગરપાલિકાના સૌપ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. જ્યારે કારોબારી અધ્યક્ષ પદે જીગ્નેશભાઈ ચોક્સીની વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મહેશ બારીયા અને દંડક તરીકે પાર્થ સોનીની પસંદગી કરવામાં આવી હતી.

બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી. કુલ 28 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવી દબદબો જાળવી રાખ્યો હતો. જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી હતી અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા.

Most Popular

To Top