Business

પ્રશંસનિય શૈક્ષણિક સેવાકાર્ય

છત્તીસગઢની રાજધાની રાયપુરના વડીલોએ તેમને મળતા પેન્શનથી 93 બાળકોનું જીવન સુધાર્યું છે. 65 વર્ષથી ઉપરના 205 વડીલો તેમને મળતા પેન્શનમાંથી 6000 રૂા. ગરીબ બાળકોને અભ્યાસ માટે આપે છે. 2015થી શરૂ થયેલા આ સેવાકાર્યમાં વડીલોની મદદથી ભણેલા બાળકો પણ જોડાયા છે. રાયપુરની ‘બઢવ સંગવારી’’ નામની આ સંસ્થા 1000 બાળકોને આર્થીક મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

કોર કમિટિના સભ્ય અને પૂર્વ હેલ્થ મેડિકલ ઓફિસર ડો. મીરા જણાવે છે કે આ સંસ્થાનું ધ્યાન ગ્રામીણ અને સરકારી શાળાના બાળકો પર છે.  ગોધરાના નવા નદીસર ગામે શાળાના બાળકોમાંથી ગણિત વિષયનો ડર દૂર કરવા શાળાના કમ્પાઉન્ડમાં ‘‘મેથ્સ પાર્ક’’ બનાવ્યો છે. બાળકો રિશેષ તથા ફ્રી પીરીયડમાં રમતા રમતા ગણિતના દાખલાઓ શીખી રહ્યા છે. 3-ડી મોડેલ્સ દ્વારા ગણિતના અઘરા સિધ્ધાંત સરળ બન્યા છે. જેને કારણે બાળકોમાં ગણિત વિષય હવે પ્રિય બન્યો છે.

  ‘‘જોયસ કોનોલી’’… મહારાષ્ટ્રના અહિલ્યાનગરની ગલીઓમાં આ નામ બહુ સન્માનથી લેવામાં આવે છે. સ્કોટલેન્ડની જોયસ 2016થી અહી વંચિતો-દલિતોને અહિલ્યાનગરની ગલી-ગલીમાં ફરીને છોકરીઓને ભણાવે છે. યુ.કે.ની લીડ્સ યુનિ.ની જોબ છોડીને તે આ શૈક્ષણિક સેવાકાર્ય કરી રહી છે. સુરતના પેન્શનરો, શ્રીમંત લોકો અને શાળાના શિક્ષકો આવું સેવાકાર્ય કરે તો સુરતનો ગરીબમાં ગરીબ બાળક પણ અભણ ન રહે! સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top