ધી સુરત પીપલ્સ કો.ઓ.બેંક લિ.તેના અસ્તિત્વના ૧૦૫ મા વર્ષમાં પ્રવેશ કરશે. RBI દ્વારા તેને મલ્ટી નેશનલ શિડ્યુલ બેંકનો દરજ્જો પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. જ્યાં સુધી ગ્રાહકોની સેવાનો પ્રશ્ન છે ત્યાં સુધી એવું ચોક્કસ કહી શકાય કે જેઓ પણ આ બેંકના ગ્રાહક છે તેમાંથી કોઈને પણ ગ્રાહકસેવા અંગે કોઈ ફરિયાદ કરવાની હોતી નથી. હાલમાં મુંબઈ સહિત સુરત અને સુરત બહાર મળીને બેંક કુલ ૩૬ જેટલી શાખાઓ ધરાવે છે. કો.ઓ.બેંકોમાં ધી સુરત પીપલ્સ કો.ઓ.બેંક એકમાત્ર એવી બેંક છે જેને ૨૦૨૩માં RBI એ કરન્સી ચેસ્ટ શરૂ કરવા માટે મંજૂરી આપી હોય.
આ બેંકની મુખ્ય શાખા સુરત મુકામે કાર્યરત છે તે બાબત આપણા સુરત શહેર માટે અત્યંત ગૌરવપ્રદ બાબત ગણાય. એક બેંકિંગ વ્યવસાયને અનુલક્ષીને જોઈએ તો આ અત્યંત સેવાકીય – માનવતાભર્યું અને આવકારદાયક પગલું ગણાય. તા.૨૧ એપ્રિલે ધી સુરત પીપલ્સ કો.ઓ.બેંક લિ. તેના અસ્તિત્વના ૧૦૫મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે આ બેંક ઉત્તરોત્તર પ્રગતિનાં અનેક સોપાનો સર કરતી રહે અને ઉપર જણાવ્યા છે તેવાં માનવતા અને સેવાનાં કાર્યો પણ કરતી રહે તેવી અનેકાનેક શુભેચ્છાઓ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.